Gujarat

કઠલાલ ના પીઠાઇ ખાતેશૌર્ય ગીતો સાંસ્કૃતિક લોકડાયરાનો કાર્યક્રમ યોજાયો.

રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
આઝાદી ના અમૂર્ત મહોત્સવ અંતર્ગત કઠલાલ તાલુકાના પીઠાઈ ગામે ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તથા આકાશ સમાજ સેવા ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે દેશભક્તિ ગીતો અને શૌર્યગીતો સાંસ્કૃતિક લોકડાયરાનો કાયૅકમ યોજાયો આ પ્રસંગે ઉપસ્થિત ગામના સરપંચ  સતીષભાઈ પટેલ માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી ગીરીશ પ્રજાપતિ તથા શ્રી બેતાલીસ નાઈ સમાજ કપડવંજ ના પ્રમુખ ગોવિંદભાઈ વી શર્મા અને ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી બક્ષીપંચ મોરચાના કોષાધ્યક્ષ અને મહેમદાવાદ તાલુકાના પ્રભારીસામાજિક આગેવાન ગોવિંદભાઈ શમૉ વગેરે મહાનુભાવોએ દીપ પ્રાગટય કરી કાયૅકમની શરૂઆત કરી હતી  આ પ્રસંગે મોટી સંખ્યામાં ઉપસ્થિત  ગામજનોએ ડાયરાની મોજ માણી હતી જેમાં કલાકારો શામળદાસ બારોટ. દક્ષાબેન સૈનવા. દિનેશ વાધેલા. તથા જાણીતા ટી. વી. ફિલ્મ કલાકાર એન. સી. ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગામજનોએ ડાયરાની મોજ માણી હતી..

IMG-20220320-WA0039.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *