Gujarat

કઠલાલ પોલીસે અરાલ માંથી જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડયા

મકસુદ કારીગર, કઠલાલ
પ્રાપ્ત માહિતી અને કઠલાલ પોલીસ સ્ટેશનને નોંધાયેલ ફરિયાદ મુજબ કઠલાલ પોલીસ જવાનોએ અરાલ પાસેથી પત્તા પાનાનો જુગાર રમતા પાંચ ઇસમોને ઝડપી પાડ્યા હતા.કઠલાલ પોલીસે અંગ જડતીના રૂપિયા ૧૧,૨૦૦ તથા દાવ ઉપરના રૂપિયા ૪૨૧૦ મળી કુલ રૂપિયા ૧૫,૪૧૦ ના મુદ્દા માલ સાથે  હુકાભાઇ જેહાભાઇ ડાભી ,સુરેશભાઇ ઉર્ફે સિકન્દર કાળાભાઇ ડાભી ,માનસિંહ ઉર્ફે મંગો ભારતસિંહ ઝાલા ,દીનેશભાઇ ઉર્ફે દીલીપભાઇ ભાવાભાઇ ડાભી , રઇજીભાઇ ધીરાભાઇ રાઠોડ આમ પાંચ ઈસમો ને ઝડપી પાડ્યા હતા. આ  અંગે કઠલાલ પોલીસે સદર ઈસમો સામે ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
Attachments area

IMG-20220801-WA0035.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *