રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ ની બ્રાઈટ સ્કુલના ભુલકાઓ એ કઠલાલ પોલીસ સ્ટેશન અને કઠલાલ કોર્ટ ની મુલાકાત કરી હતી.સ્કુલના શિક્ષકો દ્વારા આ ભૂલકાઓને બંને કચેરીઓની મુલાકાતે લઈ જવામાં આવ્યા હતા.ન્યાય મંદિર વિશે સમજ આવે અને પોલીસ તેમજ પોલીસની કામગીરી ની સમજ અત્યારથી જ મળી રહે તેવા ઉદ્દેશ્યથી ભુલકાઓને મુલાકાતે લઈ જવાયા હતા.કઠલાલ પીએસઆઇ એસ.બી.દેસાઈએ ભુલકાઓની કંઈક જાણકારી મેળવવાની જીજ્ઞાશા વૃત્તિને સંતોષી હતી.નાના ભૂલકાઓમાં ખુબજ ખુશી જોવા મળી હતી.