મકસુદ કારીગર,કઠલાલ
કઠલાલ શહેર માં આવેલ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ભાજપ મહિલા મોરચાની મિટિંગ યોજાઈ.આ મિટિંગમાંનરેન્દ્રભાઈ મોદી દ્વારા દેશનું કોઈ બાળક કુપોષિત ના રહે માટે જે મહાઅભિયાન શરૂ કર્યું છે તે અંતર્ગત સી.આર.પાટીલના માર્ગદર્શન મુજબ કપડવંજ વિધાનસભાના કઠલાલ શહેર ના 10 બાળકો ને દત્તક લેવામાં આવ્યા હતા.આ બાળકો ને જિલ્લા અધ્યક્ષ અને આણંદ અમૂલ ડેરી ના ડિરેક્ટર વિપુલભાઈ પટેલ તરફ થી 250 ગ્રામ શીંગ,250 ગ્રામ ચણા,250 ગ્રામ ગોળ,15 નંગ પોષણ શક્તિ ન્યુટ્રીલા બાર તથા ગુજરાત પ્રદેશ તરફ થી પ્રોટીન પાવડર ના ડબ્બા દત્તક લીધેલ બાળકોને આપવામાં આવશે.તેમજ આ મિટિંગમાં શહેર ભાજપ મોરચા ની ટીમ ની બેહેનો ને પ્રાથમિક સદસ્યતા અભિયાન ની પુસ્તિકા આપવામાં આવી તથા આગામી ઓગસ્ટ મહિનામાં આવનાર મહિલા સંમેલન ની અને કાર્યક્રમ ની માહિતી આપવામાં આવી.આ મિટિંગમાં નલીનીબેન પટેલ ખેડા જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ,મહામંત્રી હેતલબેન રાવળ,જીલ્લા મંત્રી વર્ષાબેન વ્યાસ,ઠલાલ શહેર મહિલા મોરચા પ્રમુખ મનોરમાબેન,મહામંત્રી શીતલબેન ભટ્ટ તથા તેમની ટીમ અને સખી મંડળની બેહેનો ઉપસ્થિત રહ્યા હતા.

