રિપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવા બોર્ડ કઠલાલ તાલુકા સયોજક દ્વારા કઠલાલ ભારત મા મઢુલી ખાતે યુવા સંવાદ કાર્યક્રમ યોજવામાં આવ્યો. આ કાર્યક્રમ દરમિયાન સ્વામી વિવેકાનંદ જી મુર્તિ પુજન અને વક્તવ્ય કરવા મા આવ્યુ.તેમજ સ્વામી વિવેકાનંદજીના વિચારો સૌએ જીવનમાં ઉતારવા જોઈએ અને તેમના વિચારોનો પ્રચાર પ્રસાર કરવો જોઈએ જેથી યુવાઓને એક નવી ઉર્જા મળી રહે તે બાબતે માહિતી આપી અને ચર્ચા કરવામાં આવી.જેમા મુખ્ય અતિથિ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા પ્રમુખ નરેશસિંહ સોઢા તેમજ મહામંત્રી પરાગસિંહ રાઠોડ,મંત્રી મનોજભાઈ સોલંકી,મહેશભાઈ પરમાર,કઠલાલ નગર પાલીકા કાઉન્સિલર ગણપતસિંહ પરમાર, અભરીપુર સરપંચ તખતસિંહ ડાભી,ગુજરાત ક્ષત્રિય ઠાકોર વિકાસ સંઘ ઉપપ્રમુખ અશોકસિંહ સોલંકી,વિશ્ચ હિન્દુ પરિષદ કપડવંજ જીલ્લા ઉપાધ્યક્ષ ભવાનસિંહ ઝાલા ઉપસ્થિત રહી યુવા સંવાદ કાર્યક્રમમા હાજરી આપી હતી.


