લોકેશન.ખેડા-કઠલાલ
રિપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
પ્રાપ્ત માહિતી અને કઠલાલ મામલતદાર રણજીતસિંહ મોરી ના જણાવ્યા મુજબ તેઓને એક ફોન કોલ આવ્યો હતો.જેમા બિનહિસાબી અનાજના જથ્થા બાબતે જાણ કરવામા આવી હતી.સમગ્ર મામલે કઠલાલ મામલતદાર અને તેમની ટીમ દ્વારા બિનહિસાબી અનાજનો જથ્થો ઝડપી પાડવામા આવ્યો હતો અને એક નાનો ટેમ્પોમાંથી બિનહિસાબી અનાજનો જથ્થો ઝડપી પાડી અનાજનો જથ્થો તથા ટેમ્પો સીઝ કરવામાં આવ્યો હતો.આ આજના જથ્થામા ચોખા આશરે 2455 કિલોગ્રામ અને જેની કિંમત આશરે 61 હજાર જેટલી થાય છે જે ઝડપી પાડી સીઝ કરી ગોડાઉન મેનેજર ને સોંપવામા આવ્યો હતો.સમગ્ર મામલે કઠલાલ મામલતદાર કચેરી દ્વારા જિલ્લા પુરવઠા અધિકારીને અહેવાલ મોકલી આપવામા આવેલ હતો અને આ જથ્થો કોનો છે તથા ક્યા લઈ જવાતો હતો તેની વિસ્તૃત તપાસ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામા આવશે.


