રિપોર્ટર- મકસુદ કારીગર,કઠલાલ
સમગ્ર જિલ્લામાં વિવિધ સરકારી કર્મીઓની બદલીઓનો ઓર્ડર કરાયા હતા. જિલ્લા કલેકટર અને નાયબ કલેકટર દ્વારા આ ઓર્ડર કરવામાં આવ્યા હતા. જિલ્લાના ૧૦ તાલુકા મથકે આવેલી મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામલતદાર, ક્લાર્ક અને રેવન્યુ તલાટીઓની એકી સાથે બદલી કરાઈ હતી. ગુરુવારે અપાયેલા આ આવેદનપત્રમાં જણાવ્યું છે કઠલાલ મામલતદાર કચેરી ખાતે સર્કલ ઓફિસર તરીકે ફરજ બજાવતાં કે.જી.પરમાર ની બદલી ન કરવા કઠલાલના નાગરિકો દ્વારા મામલતદાર ને આવેદનપત્ર આપવામાં આવ્યું. જેમાં તેઓએ જણાવ્યું છે કે તેમની બદલી થી જનતાને દુઃખ થયું છે.તેઓ મામલતદાર કચેરી માં જમીનને લગતા કે અન્ય કામો માટે આવતા અરજદારો માટે દયાભાવ,લાગણી અને સારું વર્તન રાખી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે છે.અને કઠલાલની જનતાના પ્રશ્નો નું સરળતાથી નિરાકરણ કરવા તત્પર રહે છે.જેથી આવા કર્મચારીની બદલી ન કરવા તેમજ મૂળ ફરજ ઉપર ચાલુ રાખવા આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.


