મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ ખાતે 36માં નેશનલ ગેમ્સ અંતર્ગત રમત ગમત સ્પર્ધા યોજાઈ હતી.કઠલાલ તાલુકા કક્ષાની આ સ્પર્ધામાં તાલુકા કક્ષાએથી 200 થી વધુ વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.આ સ્પર્ધામાં ખોખો અને કબ્બડી જેવી રમતોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં વિજેતા થનારને ઇનામ આપવામાં આવ્યું તેમજ જિલ્લામાં રમવાની તક પણ મળશે.સમગ્ર કાર્યક્રમ દરમિયાન મહેમાનોએ ઉપસ્થિત રહી રમતગમત ક્ષેત્ર ના મહત્વ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી અને રમતગમત ક્ષેત્રે વિદ્યાર્થીઓએ આગળ કેવી રીતે વધવુ અને તેના ફાયદાઓ વિશે પણ સમજણ આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં કઠલાલ મામલતદાર બી,બી.ચૌહાણ, તાલુકા પંચાયત પ્રમુખ ગોવિંદભાઈ પરમાર,આચાર્ય અમિતભાઈ પરમાર,શાંતિલાલ રાવલ,શેઠ એમ આર પ્રાથમિક વિભાગ પ્રિન્સિપલ,કઠલાલ તાલુકા વ્યાયામ મંડળ કન્વીનર હરેશભાઈ પટેલ તેમજ એનસીસી ના કેડેટ્સ તથા કેયુરભાઈ અને કોલેજના સ્ટાફ અને વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા અને તાલુકા કક્ષાના રમતગમત કાર્યક્રમનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.


