રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
તાજેતરમાં આણંદ ખાતે આવેલ મધુબન રિસોર્ટ અને સ્પા માં ન્યુઝ 18 ગુજરાતી દ્વારા ગુજરાતના શ્રેષ્ઠીઓ ના સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં સંઘવી ગૃહરાજ્યમંત્રી અને સી આર પાટીલ પ્રદેશ અધ્યક્ષ ગુજરાત ભાજપ ના હસ્તે કઠલાલના હાર્દિક ભટ્ટ નું ભવ્ય સન્માન કરવામાં આવ્યું આ સન્માન બદલ તેઓને ટ્રોફી અને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું મુખ્ય અતિથિ તરીકે પધારેલા બંને મહાનુભાવોએ હાર્દિક ભટ્ટનું સનમાન કરી તેઓને વધુ પ્રગતિ કરે તેવી શુભેચ્છા પાઠવી આ એવોર્ડ મળવા બદલ કઠલાલ બ્રહ્મ સમાજ તરફથી તેઓને હાર્દિક અભિનંદન પાઠવવામાં આવ્યા હાર્દિક ભટ્ટ દ્વારા સમગ્ર બ્રહ્મ સમાજનું તેમજ કઠલાલ કપડવંજ ના સૌ નાગરિકોનો આભાર વ્યક્ત કર્યો હતો


