મહેસાણા,
કડી ખાતે આવેલા કુંડળ પાસેની સહજાનંદ સોસાયટીમાં રહેતા હિમાંશુ પટેલ પોતાના પરિવાર સાથે મકાનને તાળું મારી બહાર સુઈ રહ્યા હતા. એ દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનની પાછળની બારીની ગ્રીલ તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો. બાદમાં અલગ અલગ રૂમોમાં આવેલી તિજાેરીનાં તાળાં તોડી તેમાં રહેલો સર સમાન વિખેરી સોના-ચાંદીના દાગીના અને રોકડ રકમ રૂપિયા ૮૦ હજાર મળી કુલ રૂપિયા ૧ લાખ ૯૪ હજાર ૮૬૦ના મુદ્દામાલની ચોરી કરી ફરાર થઈ ગયા હતા. ઘટનાની જાણ પરિવારને થતા તેઓએ પોલીસને જાણ કરી હતી અને પોલીસ પણ દોડી આવી વધુ તપાસ આદરી હતી. ત્યારે મહત્વની વાત એ છે કે જે પ્રકારે મહેસાણા શહેરમાં તસ્કરોએ ચોરી કરી હતી એજ પદ્ધતિ પ્રમાણે કડીમાં પણ ચોરી કરી હોવાનું સામે આવ્યું છેમહેસાણા જિલ્લામાં તસ્કરો બેફામ બન્યા છે. મહેસાણા શહેરમાં ચડ્ડી બનીયાન ધારી ગેંગે રાધનપુર રોડ પરની બે સોસાયટીમાં મકાનનાં તાળાં તોડી રૂ. ૧૦ લાખના મુદ્દામાલની ચોરી આચરી ફરાર થયા હતા. ત્યારે કડી શહેરમાં આવેલી સહજાનંદ સોસાયટીમાં તસ્કરો બારીના સળિયા તોડી ઘરમાંથી ચોરી કરી રૂપિયા ૧ લાખથી વધુના મુદ્દામાલની ચોરી કરી રફુચક્કર થઈ ગયા હતા.


