Gujarat

કડીમાં ૮ વર્ષની બાળકીને પેપ્સીની લાલચ આપી શારીરિક અડપલા કર્યાંની ફરિયાદ નોંધાઈ

મહેસાણા
કડી શહેરના થોળ રોડ ઉપરના રહેણાંક વિસ્તારમાં પાન પાર્લર ધરાવતો અને બે બાળકોના પિતાએ આઠ વર્ષની ફૂલ જેવી કોમળ બાળકી સાથે શરીરની હવસ સંતોષવા અડપલાં કરતા સમગ્ર શહેરમાં હવસખોર વિરૂદ્ધ ફિટકાર વરસી રહ્યો છે. લોકો હવસખોરને કડક સજા થાય તેવી માંગણી કરી રહ્યા છે. પાન પાર્લર ધરાવતો રાજેન્દ્ર કૌશિકભાઈ ભટ્ટએ તેના પાર્લર ઉપર પેપ્સી લેવા આવેલી આઠ વર્ષની બાળકી ઉપર નજર બગાડી હતી. હવસખોર પાર્લર માલિકે બાળકીને પેપ્સી આપવાની લાલચ આપી તેની સાથે શારીરિક અડપલા કરી બાળકી પાસે તેના ગુપ્ત ભાગને સ્પર્શ કરાવ્યો હતો. નાદાન બાળકી ગભરાઈને ઘરે આવી તેની માતાને સમગ્ર વાત કરતા માતા પિતા ચોકી ઊઠ્‌યા હતા. માતા પિતા કડી પોલીસ સ્ટેશન પહોંચી આરોપી વિરૂદ્ધ ગુનો દાખલ કરાવતા સ્થાનિક પોલીસે ગુનાની ગંભીરતા સમજી તાત્કાલિક આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.કડી શહેરમાં આવેલ થોળ રોડ પર એક પાર્લર ચલાવતા શખ્સે આઠ વર્ષની બાળકીને પેપ્સીની લાલચ આપી તેની સાથે શારીરિક અડપલાં કર્યા હતા. જેની ઘટના અંગે પોલીસ મથકમાં પરિવારજનોએ ફરિયાદ નોંધાવી છે. પાર્લર માલિક રાજેન્દ્ર કૌશિકભાઈ ભટ્ટએ આઠ વર્ષની કુમળી બાળકી ઉપર નજર બગાડી હવસ સંતોષવા લાલચ આપી શારીરિક અડપલાં કરતા કડી પોલીસ સ્ટેશનમાં આરોપી વિરુદ્ધ પોક્સો આધારિત ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પોલીસે ગુનાની ગંભીરતા સમજી આરોપીને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

An-eight-year-old-girl-was-seduced-by-Pepsi-and-had-a-physical-altercation-with-her.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *