રીપોર્ટર.મકસુદ કારીગર,કઠલાલ
ભારતીય બંધારણના ઘડવૈયા ભારત રત્ન ડૉ.બાબાસાહેબ આંબેડકરની 131મી જન્મ જયંતીની ઉજવણી જયભીમ સમાજ સેવા મંડળ-કપડવંજ તથા કપડવંજ શહેર અને તાલુકાના લોકોએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી બાબાસાહેબને ફુલહાર પહેરાવી “જયભીમ” ના બુલંદ સૂત્રોચ્ચાર સાથે કરી હતી.
કપડવંજ રોહિતવાસ ખાતેથી બાબાસાહેબ આંબેડકરની ભવ્ય શોભાયાત્રા ડી.જે સાથે નાચતા..ગાતા નીકળી હતી.શણગારેલી બગી જેવી ગાડીમાં બાબાસાહેબની મોટા કદની છબીને ફૂલહાર સાથે મીનાબજાર થઇ નટરાજ સિનેમા થઇ આઝાદ ચોક થઇ બાબાસાહેબની પ્રતિમા સુધી શોભાયાત્રા સંપન્ન થઇ હતી. કપડવંજ નગરપાલિકાના સદસ્યો તથા વિવિધ સંગઠનોના આગેવાનો એ તથા જયભીમ સમાજ સેવા મંડળના પ્રમુખ મનુભાઈ સોમાભાઈ પરમાર,ઉપપ્રમુખ ગોવિંદભાઇ વણકર,મંત્રી દિનેશભાઇ પરમાર (વકીલ),તથા મણીલાલ મકવાણા,ધુળાભાઈ પરમાર.બાબાસાહેબની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી હતી.
આ શોભાયાત્રા કપડવંજ શહેરમાંથી તથા તાલુકામાંથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.


