Gujarat

કપડવંજ વિધાનસભામાં કોંગ્રેસના કાળુસિંહ ડાભીએ ઉમેદવારી પત્ર ભર્યું

રીપોર્ટર.મકસુદ કારીગર,ખેડા-કઠલાલ

૧૨૦ કપડવંજ વિધાનસભા બેઠક ઉપર ગત રોજ ધારાસભ્ય કાળુસિંહ ડાભીનું નામ રિપીટ કરી જાહેર થતાં કાર્યકર્તાઓએ મીઠાઈ વહેંચી આતશબાજી કરી હર્ષોલ્લાસ સાથે વિજય બનવાના નિર્ધાર સાથે વધામણા કર્યા હતા. અને આજ રોજ કપડવંજ બંધન હોટલ ગાર્ડન કેમ્પસમાં જંગી જાહેર સભાને સંબોધી સૌને પુનરાવર્તન કરવા અપીલ કરી હતી.

આ પ્રસંગે એઆઈસીસીના પ્રભારી જાવેદ અન્સારી, ગુજરાત સેવાદળના પ્રમુખ વિજયભાઈ પટેલ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ અને પૂર્વ મંત્રી બીમલભાઈ શાહ, જિલ્લા કોંગ્રેસ મંત્રી જીગીશા પરમાર, કપડવંજ તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ એલ. એસ. ઝાલા, કપડવંજ તાલુકા કોંગ્રેસ પ્રમુખ રંગીતસિંહ પરમાર, તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ એમ.ટી. ઝાલા, શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હંસાબેન રાઠોડ, કઠલાલ તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ શનાભાઇ સહિત કપડવંજ કઠલાલ શહેરના કોંગ્રેસ સંગઠનના હોદ્દેદારો, સરપંચો, જિલ્લા તાલુકા પંચાયત સદસ્યો, વિગેરે ઉપસ્થિત રહયા હતા.

FB_IMG_1668685756425.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *