જૂનાગઢ જિલ્લાના છેવાડાના ગામના લોકોને પણ સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ મળી રહે તે માટે જિલ્લા વહીવટીતંત્ર કટીબધ્ધ છે. જિલ્લા કલેક્ટરશ્રી રચિત રાજની સૂચના મુજબ કલેક્ટર કચેરીના સ્ટાફ દ્વારા ગામડાના સરપંચ, ઉપસરપંચ અને તલાટી મંત્રીઓને ફોન કરી સરકારી સહાયથી વંચિત રહી ગયેલા લોકોની યાદી મંગાવવામાં આવી રહી છે અને ત્યારબાદ આ લાભાર્થીઓને ૧૦૦ ટકા સરકારી સહાય મળી રહે તેવી કામગીરી કરવામાં આવી રહી છે.
જૂનાગઢ જિલ્લા કલેક્ટર રચિત રાજની સૂચના મુજબ છેવાડાના ગામના લોકો સરકારી સહાયથી વંચિત ન રહી જાય તે માટે જિલ્લા વહીવટીતંત્ર કટીબધ્ધ છે. કચેરીના વિવિધ વિભાગોના સ્ટાફ દ્વારા જિલ્લાના ગામડાના સરપંચ, ઉપસરપંચ અને તલાટીમંત્રીને ફોન કરીને માહિતી મેળવવામાં આવે છે કે, કેટલા લાભાર્થીઓને સરકારી યોજનાઓનો લાભ મળ્યો ગયો છે તો કેટલા લોકોને સરકારી યોજનાઓનો લાભ મળવાનો બાકી છે. જે લોકોને સરકારી સહાયનો લાભ મળવાપાત્ર છે. તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તેમને સરકારી સહાય મળી રહે તેવી કામગીરી કરવામાં આવી રહી છે
તે ઉપરાંત હર ઘર તિરંગા, નલ સે જલ સહિતની યોજના વિશે લોકોને યોગ્ય માર્ગદર્શન આપવામાં આવી રહ્યું છે.
