શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કલેકટર સ્તુતિ ચારણ ધડાગામ વિસ્તારની શાળાઓની મુલાકાત લીધી હતી. આ દરમિયાન ઘોઘાદેવ આંગણવાડીની પણ ઓચિંતી મુલાકાત લીધી હતી. મુલાકાત દરમિયાન કલેક્ટરના ધ્યાને આંગણવાડીમાં વિજ પ્રવાહ અને પાણીની વ્યવસ્થાનો અભાવ જણાઈ આવ્યો હતો. તેઓએ સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતે સત્વરે ઘટતું કરવા માટે આદેશ કરતાં બીજા જ દિવસે આ આંગણવાડીમાં વીજ અને પાણી પુરવઠાનું જોડાણ ચાલુ કરવામાં આવ્યું હતું. ગામલોકો તેમજ વાલીઓ અને આંગણવાડી સ્ટાફ દ્વારા સમસ્યાનો ઉકેલ આવતા રાહતનો દમ લઈ સંતોષની લાગણી વ્યક્ત કરી હતી.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


