કલોલ
કલોલ પંચવટી ખાતે સાનિધ્ય સોસાયટીમાં નવા બનાવેલા મકાનનું ફર્નિચરનું કામ મકાન માલિક મુકેશ શાહ પાસેથી રાખ્યું હતું. જે બાબતે મકાન માલિક મુકેશ શાહ પાસે ધનરાજ સુથારે ૧ મહિનાની મજૂરી પેટે ૧ લાખ રૂપિયા નક્કી કરેલા હતા. જે બાબતનું કામ મકાનમાં ૮૦% હાલ પૂરું પણ કરી દેવામાં આવ્યું હતું. ૨૦ ટકા કામ બાકી હોવાના કારણે. બાકી વધેલું પેમેન્ટ ૬૦,૦૦૦ રૂપિયા લેવાનું બાકી હતું. જ્યારે કામ રાખ્યું ત્યારે ફર્નિચરના કામ પેટે એડવાન્સ સ્વરૂપે ૪૦ હજાર રૂપિયા મકાન માલિકે આપેલા હતા. ત્યાર બાદ બાકીના ૬૦,૦૦૦ બાબતે માંગણી કરવાથી રોજ ધનરાજ સુથાર રાબેતા મુજબ મુકેશ શાહના મકાનના ફર્નિચરના કામ માટે કામ કરતા હતા. મકાનમાં કલર કામ ચાલતું હતું કલર કામના ૨ માણસો પણ તેમનું કામ કરી રહ્યાં હતાં. સાંજે આશરે પોણા ૫ વાગ્યા પછી મકાન માલિક મુકેશ શાહનો ધનરાજ સુથાર ઉપર ફોન આવ્યો હતો. જેમાં ધનરાજે જણાવ્યું કે, ફર્નિચરનું કામ ચાલુ છે થોડું મટીરીયલ જાેઈશે માટે મારા નક્કી કરેલા પૈસામાંથી બાકી નીકળતા ૬૦,૦૦૦ રૂપિયા મને આપી દો. જેથી મકાન માલિક મુકેશ શાહ એકદમથી ધનરાજ ઉપર ગુસ્સે થઈ ગયા હતા. અને કહેતા હતા કે, હવે તને એક પણ પૈસો ઉપાડ મળશે નહીં. એમ કહીને સીધો ધનરાજ ઉપર હાથ ઉપાડી લીધો હતો. જેથી ધનરાજના નાના ભાઈ વચ્ચે પડતા એને પણ લાકડી વડે માર માર્યો હતો. જેમાં નાના ભાઈને ન વાગે તે માટે ધનરાજ વચ્ચે પડવાથી ધનરાજના માથાના ભાગ ઉપર લાકડી વાગી હતી. જેથી તેને લોહી નીકળવા લાગ્યું હતું. હવે પૈસાની માંગણી ના કરતો આજે તો તને જવા દઉં છું પણ હવે પછી તને નહીં જવા દઉં એમ કહીને ધમકી આપી જતો રહ્યો હતો. જેથી સોસાયટીના સિક્યુરિટી ધનરાજના માથામાંથી લોહી નીકળતું જાેઈ ધનરાજ તેમજ તેનો નાનો ભાઈ ધીસારામ બાઈક ઉપર બેસાડીને કલોલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ ગયા હતા. સારવાર બાદ ધનરાજ સુથારે મકાન માલિક મુકેશ શાહ ઉપર કલોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
