Gujarat

કલ્યાણપુર તાલુકા ના ભાટીયા ગામ ના ખેડુતો ને રાતળે પાણી રોવાનો વારો આવ્યો  

 

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટીયા ગામ નજીક ભોગાત રોડ પર આવેલ સરકારી ખરાબાની જમીન આવેલ છે જે ખુબ ઉપજાવ અને ખેતી લાયક જમીન છે તે જમીન માટે ત્યાના સ્થાનિક ખેડૂતો દ્વારા વર્ષ 2011માં સરકાર શ્રી પાસેથી જમીન ની માગણી કરવામાં આવી હતી અને તે સમયે સરકાર શ્રી દ્વારા આ જમીન ના જે તે પૈસા ભરવાની પોચ લીધેલી છે તેમ છતા સરકાર શ્રી દ્વારા ખેડૂતો ને આ જમીન ન ફાળવી અને આ અરજી ના કોઈ નીકાલ વગર ઉર્જા કંપની ને ફાળવી આપવા માં આવી છે
આ બાબત સ્થાનીય ખેડૂતો દ્વારા ક્લેક્ટર શ્રી દેવભૂમિ દ્વારકા તેમજ મામલદાર શ્રી કલ્યાણપુર તાલુકામાં અરજી કરી હતી ત્યારે કલ્યાણપુર મામલદાર દ્વારા સમગ્ર તપાસ કરી જ્યા સુધી આ અરજી નો નીકાલ કરવામાં ન આવે ત્યા સુધી બધા જ કામો બંધ રાખવા માટે કહેવામાં આવ્યું હતું તેમ છતા ઉર્જા કંપની દ્વારા ખેડૂતો ને પોલીસ અમારી સાથે છે અને પોલીસ ફરિયાદ માં ફીટ કરી દેવાની લુખ્ખી ધમકી આપી ખેડૂતો ને ધાક ધમકી આપી બળજબરી પૂર્વક ત્યા ઉર્જના થાભલા ઉભા કરવનું કામ ચાલું રાખવામાં આવી રહું હતું જેને લઈ આજે ખેડૂતો માં રોષ જોવા મળી રહી છે.
અહેવાલ : વજસી વરવારીયા મોટા આસોટા

IMG-20220511-WA0016.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *