છેવડા સુધી વિકાસના દાવા વચ્ચે રાજ્યના સૌથી પછાત એવા કવાંટ તાલુકાના રૂમડિયા ગામના વિકાસની પોલ ખોલતા દ્રશ્યો સામે આવ્યા છે. 5000 ની વસ્તી ધરાવતા ગામની વચ્ચેથી દૂધવાલ નદી પસાર થાય છે. નદીમાં પાણીની આવક થાય તો ડામરી ફળિયા, પટેલ ફળિયા અને હોળી ફળિયાના વિધાયર્થીઓ ને શાળામાં જવા અથવા શાળા થી આવવા જીવનું જોખમ ખેડવું પડે છે. આજે નદીમાં ભારે પાણીની આવક થતા વાલીઓએ ખભા ઉપર બેસાડી બાળકોને નદી પાર કરાવતા વિડિઓ સામે આવ્યા. દોઢ કિલોમીટર અંતરે એક કોઝ વે આવેલું છે જે જર્જરિત હાલતમાં છે. ગ્રામજનો નો આક્ષેપ છે કે જો નદીમાં પાણીનું વહેણ હોય તો કોઝ વે ઉપરથી પસાર થવામાં પણ મોટું જોખમ હોય છે. જો પાણીના વહેણ વચ્ચે તૂટેલો કોઝ વે તણાઈ જાય તો જીવ પણ જઈ શકે છે. આવી પરિસ્થતીમાં જો શાળા સમય પહેલા નદીમાં પાણી હોય તો વિધાયર્થીઓ શાળાએ જતા પણ નથી તેથી વિદ્યાર્થીઓ ના ભણતર ઉપર સીધી અસર પડે છે. ગામલોકો નદી ઉપર નાનું પુલ બનાવી આપવાની સરકાર પાસે માંગ કરી રહ્યા છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

