Gujarat

કવાંટ પોલીસ સ્ટેશન વિસ્તારના મોટીઝડુલી ગામેથી કુલ કિં રૂ. ૩૧,૮૮૦/- નો પ્રોહિમુદ્દામાલ ઝડપી પાડતી કવાંટ પોલીસ  

ધર્મેન્દ્ર શર્મા પોલીસ અધિક્ષક, છોટાઉદેપુર નાઓની સુચના તથા એ.વી.કાટકડ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડીવીઝન નાઓના માર્ગદર્શન હેઠળ રહી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પ્રોહી કડક અમલવારી થાય તે પ્રવ્રુતી નેસ્તનાબુદ કરવા તથા દારૂબંદીના કાયદાની સારૂ સી.એમ.ગામિત પો સ.ઇ. કવાંટ પોલીસ સ્ટેશન નાઓ તથા સ્ટાફના માણસોને ક્વાંટ પો.સ્ટે. વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન બાતમી હકીકત આધારે પીન્ટુ ઉર્ફે પીન્ટાભાઇ જેન્તીભાઇ ડુંગરાભીલ રહે. મોટીઝડુલી, પાધર ફળીયા તા. કવાંટ જીલ્લો છોટાઉદેપુર ના રહેણાક મકાનમાંથી વગર પાસ પરમીટે ભારતીય બનાવટના વિદેશી દારૂ-બીયરની કુલ બોટલો નંગ – ૨૪૦ કિરૂ. ૨૬,૮૮૦/- તથા પકડાયેલ આરોપી નંબર (૧) નાઓની અંગઝડતી માંથી એક ઓપો કંપનીનો સિલ્વર કલરનો મોબાઇલ ફોન કિરૂ ૫,૦૦૦/- મળી કુલ કિરૂ ૩૧,૮૮૦/- નો પ્રોહિ મુદામાલનો જથ્થો પકડી પાડી કવાંટ પો.સ્ટેમાં ગુનો રજી કરવામાં આવેલ છે આમ કવાંટ પોલીસ સ્ટેશનના સ્ટાફને પ્રોહીબીશનનો ગણના પાત્ર કેશ શોધી કાઢવામાં સફળતા મળેલ છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Screenshot_20220422-221333_1.png

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *