આગામી તા.૨૧ ઓક્ટોબરના રોજ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. ત્યારે જામનગર જિલ્લામાં પણ વિશ્વાસથી વિકાસયાત્રા કાર્યક્રમનું યોગ્ય અને સૂચારુ આયોજન થઈ શકે તેના ભાગરૂપે અધિક નિવાસી કલેકટરશ્રી બી. એન. ખેરના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં વિવિધ વિભાગના લોકાર્પણ અને ખાતમુહૂર્તના કામો અંગે ચર્ચા કરવામાં આવી હતીતેમજ અધિકારીશ્રીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તા.૨૧ ઓકટોબરના રોજ સવારે ૧૦:૦૦ કલાકે ટાઉનહોલ ખાતે જિલ્લા કક્ષાનો “વિશ્વાસથી વિકાસયાત્રા” કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં જામનગર જિલ્લાના વિવિધ ૮૮ જેટલા કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. જેના થકી જામનગરવાસીઓની સુવિધામાં વધારો થશે. આ બેઠકમાં વિવિધ વિભાગના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ પ્રાંતઅધિકારીશ્રી ઉપસ્થિત રહ્યા હતા.
