કાલાવડ તાલુકાની ચાપરા પ્રાથમિક શાળા, મોરીદડ પ્રાથમિક શાળા, ધાંધલ પીપળીયા પ્રાથમિક શાળા, લબુકીયા ભાડુકીયા પ્રાથમિક શાળા, મોટી ભગેડી પ્રાથમિક શાળા, મેવાસા (હરીપર) પ્રાથમિક શાળા, ભાવાભી ખીજડીયા પ્રાથમિક શાળા, જામવાડી પ્રાથમિક શાળા, શિવનગર (કોઠા ભાડુકીયા) પ્રાથમિક શાળા, વજીર ખાખરીયા પ્રાથમિક શાળા, રાજડા પ્રાથમિક શાળા, મણવર ખીજડીયા પ્રાથમિક શાળા, નાના બાદનપર પ્રાથમિક શાળાના મધ્યાહન ભોજન કેન્દ્રો માટે સંચાલક કમ રસોયા કમ મદદનીશની ખાલી જગ્યા ભરવાની હોવાથી જે ઉમેદવારો ફરજ બજાવવા ઇચ્છતા હોય તેઓએ મામલતદાર કચેરી, કાલાવડથી રજાના દિવસ સિવાય કચેરી સમય ૧૧થી ૫ દરમિયાન રૂબરૂ આવીને ફોર્મ મેળવવાના રહેશે. આગામી તા.૦૫/૧૧/૨૦૨૨ સુધીમાં વિગતો ભરીને પ્રમાણપત્રની નકલો અરજી સાથે રજૂ કરવાની રહેશે. આ અંગેના ઈન્ટરવ્યુની તારીખ અંગે રજૂ થયેલ અરજીઓ મુજબ લાયકાત ધરાવતા અરજદારોને તારીખ અને સમયની જાણ કરવામાં આવશે. ઇન્ટરવ્યુમાં જરૂરી આધાર પુરાવાઓ જેવા કે શાળા છોડ્યાનું સર્ટિફિકેટ, જાતિનો દાખલો, શૈક્ષણિક લાયકાતના સર્ટિફિકેટ, રેશનકાર્ડ અને સ્થાનિક રહેતા હોય તેવા પુરાવાઓ સાથે લાવવાના રહેશે.
આ યોજનામાં સંચાલક તરીકે નિમણુક વ્યક્તિની લઘુતમ વયમર્યાદા ૨૦ વર્ષ અને મહતમ ૬૦ વર્ષની રાખવામાં આવી છે. ઉમેદવાર ધો.૧૦ પાસ હોવા જોઈએ, અને તેજ ગામના વ્યક્તિ હોવા જોઈએ. જે ગામે ધો.૧૦ પાસ ન હોય ત્યાં ધોરણ-૭ પાસ માટે છૂટછાટ આપવામાં આવશે. ગામડાની વિધવા, ત્યકતા, નિરાધાર સ્ત્રીઓ, આર્થિક રીતે નબળી વ્યક્તિઓ તથા ગરીબી રેખા નીચે જીવતા લોકોને નિમણુકમાં અગ્રતા આપવામાં આવશે. મહિલા ઉમેદવારોને પસંદગીમાં અગ્રતા આપવામાં આવશે.અગાઉ મધ્યાહન ભોજન કેન્દ્રોમાં જેમણે ફરજ બજાવેલ હોય અને નિમણૂક માટે પાત્રતા ધરાવતા હોય તેવી વ્યક્તિઓને નિમણૂકમાં અગ્રતા આપવામાં આવશે. સસ્તા અનાજની દુકાનના પરવાનેદાર હોય, માનદ વેતન મેળવતા હોય તેવા વ્યક્તિઓ, અનાજ દળવાની ઘંટી ચલાવતા હોય, શાકભાજી, મરી મસાલા કે જલાઉ લાકડાનો વેપાર કરતી હોય તેવી વ્યક્તિઓ અરજી કરી શકશે નહી.
અરજી પત્રક સાથે શાળા છોડ્યાના પ્રમાણપત્રો, માર્કશીટ તથા રેશનકાર્ડ, ચૂંટણી ઓળખપત્ર તથા અન્ય અનુભવ અંગેના સર્ટિફિકેટની પ્રમાણિત નકલો સાથે રજૂ કરવાની રહેશે, તેમ મામલતદારશ્રી, કાલાવડની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
