Gujarat

કુંકાવાવમાં વરલી મટકાનો અડ્ડો ચલાવતા, ૧૪ લોકોની કરી ધરપકડ

વડીયા
કુંકાવાવમા સ્ટેટ મોનીટરીંગ સેલે વરલીના અડ્ડા પર દરોડો પાડી જે ૧૪ શખ્સોને ઝડપી લીધા હતા તેમા તાલુકા કોંગ્રેસના મહામંત્રી મુખ્ય સુત્રધાર હતા. અહી પોલીસે વરલીનો આંકડો લખાવી પહેલા ખરાઇ કરી હતી. કુંકાવાવમા સ્થાનિક પોલીસની મીઠી નજર હેઠળ હોમગાર્ડ કચેરીની સામે જ ખુલ્લેઆમ વરલી મટકાનો ધમધોકાર ધંધો ચાલતો હતો. જયાંથી કાલે સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે દરોડો પાડી ૧૪ શખ્સોને ઝડપી લીધા હતા. અહી વિક્રમ કાળુ ચાવડા નામના શખ્સે સમગ્ર તંત્ર સાથે સેટીંગ કર્યુ હતુ અને બાદમા જુગારનો આ અડ્ડો ઘનશ્યામ કનુભાઇ જાેષી અને ગોવિંદ સંજયભાઇ જયસ્વાલને ચલાવવા માટે આપી દીધો હતો. ઘનશ્યામ કનુ જાેષી તાલુકા કોંગ્રેસના મહામંત્રી છે જેને ગત તારીખ ૨૨/૬ના રોજ જિલ્લા પ્રમુખે નિમણુંક કરી હતી. બીજી તરફ દરોડો પાડતા પહેલા સ્ટેટ મોનીટરીંગ સેલના એક કર્મીએ અડ્ડાના સ્થળે પહોંચી છગા પર રૂપિયા ૬૦ લગાવ્યા હતા અને વરલીના જુગારની ખરાઇ કરી હતી. જાે કે આ વાતને સતાવાર સમર્થન મળ્યું ન હતુ. દરમિયાન આબરૂનુ ધોવાણ થયા બાદ કોંગ્રેસે પોતાનો લુલો બચાવ પણ કર્યો હતો અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ રવજીભાઇ પાનસુરીયાએ જણાવ્યું હતુ કે દરોડાના એક દિવસ પહેલા જ ઘનશ્યામ જાેષીએ મહામંત્રીના પદ પરથી રાજીનામુ આપ્યુ હતુ જેથી તેને કોંગ્રેસ સાથે લેવાદેવા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *