Gujarat

કુજાડ નજીક એસટી બસે બાઈકને ટક્કર મારતા ૧નું મોત

વહેલાલ
કપડવંજ તાલુકાના વડોલ ગામના મુકેશભાઈ બાલુભાઈ સોલંકી તેઓની સાસરીમાં હરણીયાવમાં મામાને ઘેર રહેતા તેઓના બે દીકરાને મળવા બાઇક પર આવી રહ્યા હતા. દરમિયાન તેઓ તેમના બે દીકરાને મળે તે પૂર્વજ અમદાવાદ ઇન્દોર હાઇવે પર કુજાડ ગામ બાકરોલ ચોકડી પાસે દાહોદથી અમદાવાદ આવતી એસટી બસના ચાલકે મુકેશભાઈની બાઇકને ટક્કર મારતા મુકેશભાઈ રોડ પર પટકાતા મુકેશભાઈને માથા મોઢા અને ડાબા હાથે ગંભીર ઇજાઓ થઈ હતી. અને લોહીલુહાણ થતા અકસ્માત જાેવા લોકોના ટોળા ભેગા થયા હતા.કોઈ મુસાફરે ૧૦૮ ને કોલ કરતા ૧૦૮ તત્કાલ ઘટના સ્થળે આવી અકસ્માતમાં ઘાયલ અને લોહીલુહાણ હાલતમાં રોડ પર પટકાયેલ મુકેશભાઈની તપાસ હાથ ધરી હતી અને તેઓને મૃત જાહેર કર્યા હતા. જાેકે એસટી ચાલક ટક્કર મારી એસટી સાઈડમાં પાર્ક કરી ઉભો રહ્યો હતો. મુકેશભાઈ સોલંકીનું મૃત્યુ થતા તેઓના સાળાએ કણભા પોલીસમાં એસટી ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી છે.કુજાડ બાકરોલ ચોકડી પાસે એસટી બસે બાઇક ચાલકને ટક્કર મારતા બાઇક ચાલકનું ઘટના સ્થળેજ મૃત્યુ થયું હતું.કણભા પોલીસમાં એસટી ચાલક વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

Bike-driver-killed-in-bus-collision.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *