અમદાવાદ
જગન્નાથપુરીમાં ભારતીય ચતુર્ધામ વેદભવનમાં વિદ્વાનો દ્વારા સ્વામીનારાયણ મંદિર કુમકુમ – મણિનગર- અમદાવાદ – ગુજરાત સંસ્થાપક સદ્ગુરૂ શાસ્ત્રી આનંદપ્રિયદાસ સ્વામીનું સન્માન કરી અને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. જગન્નાથ સંસ્કૃત ર્યુનિવસિટીના ચેરમેન પ્રો. શત્રુઘ્ન પાનીગ્રહિ, પં.અરુણકુમાર મિશ્રા, પં.કમલાકાન્ત પતિ, પં.જગન્નાથ રથ, પં.દયાનિધિ પંડા વગેરે પંડિતો ઉપસ્થિત રહ્યાં હતા અને હરિવલ્લભદાસ સ્વામી અને પ્રેમવત્સલદાસ સ્વામીને સન્માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. તેઓ મુક્તજીવન સ્વામીબાપાના પ્રથમ પટ્ટશિષ્ય છે. તેમણે આ પૃથ્વી ઉપર ૧૦૦ વર્ષ દર્શન આપ્યા અને ૮૦ વર્ષ સુધી સાધુ જીવન જીવ્યા છે. સંસ્કૃતિના પ્રચાર માટે સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી સૌ પ્રથમ મુક્તજીવન સ્વામીબાપા અને શાસ્ત્રી આનંદપ્રિયદાસ સ્વામી ઈ.સ.૧૯૪૮માં આફ્રિકા ગયા હતા અને સદ્? સંસ્કારોનું સિંચન વિદેશમાં જઈને કરવાનો પ્રારંભ કર્યો હતો. શાસ્ત્રી આનંદપ્રિયદાસ સ્વામીએ યુરોપ, યુ.એસ.એ, દુબઈ, કેનેડા આદી વિદેશની ભૂમિ ઉપર અનેક વખત પધારીને ભારતીય સંસ્કારોનું સંવર્ધન કર્યું છે અને દેશ અને વિદેશમાં અનેક મંદિરો સ્થાપીને અનેક મુમુક્ષુઓને સ્વામિનારાયણ ભગવાનની સાથે જાેડ્યા છે.


