આજે ફરી એકવાર જામનગર આંતરરાષ્ટ્રીયસ્તરે પર ચમકવા જઈ રહ્યું છે. ત્યારે જામનગરના રહેવાસી શ્રી હેનલબેન મોઢા દ્વારા અવકાશી ક્ષેત્રે હંમેશા પસંદગીના વિષય એટલે કે ચંદ્ર પર અતિ મહત્વપૂર્ણ સંશોધન કરવામાં આવ્યું છે.અમેરિકામાં સ્થિત ન્યુયોર્કની સ્ટોની બ્રુક યુનિવર્સીટી દ્વારા શ્રી હેનલબેન મોઢાની પસંદગી કરવામાં આવી છે.
ત્યારે આ પ્રસંગે કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના ગૃહમંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલે શ્રી હેનલબેનને અભિનંદન પાઠવ્યા છે. જામનગરને વિશ્વના નકશા પર ઊંચું સ્થાન અપાવવા બદલ કૃષિમંત્રીશ્રીએ હેનલબેનને હ્રદયપૂર્વક શુભેચ્છા પાઠવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે હેનલબેને આ પૂર્વે પણ ચંદ્રયાન મિશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
