ઊના વિધાનસભા પર ફરી એક વખત કેસરીયો લેહરાતા ધારાસભ્ય કે સી રાઠોડની ૪૩ હજાર મતોથી વધારે ઐતિહાસીક જીત મળતા આજરોજ ગીરગઢડા તેમજ ધોકડવા ગામે વિજય રેલીનું આયોજન કરેલ જેમાં હજારો કાર્યકરો જોડાયા હતા. જ્યારે આ વિજય રેલીમાં મતદારોના આર્શીવાદ લેવા પહોચેલ ધારાસભ્ય કે સી રાઠોડનું ઠેર ઠેર ફુલહારથી સ્વાગત કરવામાં આવેલ હતું. અને ધારાસભ્યએ આ જીત ઉના ગીરગઢડા તાલુકાની પ્રજાની જીત અને વિકાસ કાર્યની જીત હોવાનું જણાવેલ..


