સુરત
શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડિયા જણાવ્યું કે જ્યારે પણ ચૂંટણી આવે છે ત્યારે અન્ય રાજ્યોમાંથી ઘણા મહેમાનો ગુજરાતમાં આવતા હોય છે. પરંતુ એ લોકો મહેમાનો હોય છે એટલે વધુ રોકાતા નથી. વહેલા પરત જતા રહે છે. ચૂંટણી વહેલી આવવાના મુદ્દે તેમણે કેજરીવાલને કહ્યું કે તેમને સપનું આવતું હશે કે ગુજરાતમાં ચૂંટણી વહેલી યોજાવા જઈ રહી છે. પરંતુ મારુ માનવું છે કે ચૂંટણી ક્યારે આવશે એ ચૂંટણી આયોગ જ નક્કી કરશે અને ચૂંટણી તેના નિયત સમય પર જ આવે તેવું લાગી રહ્યું છે. હાલ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ગુજરાતના પ્રવાસે છે. ત્યારે દસ-બાર દિવસમાં વિધાનસભા ભંગ કરીને ચૂંટણીની જાહેરાત થઈ શકે છે તેવું કેજરીવાલે જણાવ્યું હતું. જેને લઈને શહેરી વિકાસ મંત્રી વિનુ મોરડીયાએ કહ્યું કે, કેજરીવાલને વહેલી ચૂંટણીનું સપનું આવતું હશે. યુવાનો દ્વારા સ્થાપિત યુવા શક્તિ ટ્રસ્ટના કાર્યાલયના શુભારંભ પ્રસંગે રાજ્ય કક્ષાના મંત્રી વિનુ મોરડીયા ઉપસ્થિત રહ્યા હતા. સંસ્થાના સભ્યોને શુભેચ્છા પાઠવી હતી. આ ગ્રુપના યુવાનો દ્વારા કોરોના મહામારી દરમિયાન લોક જાગૃતિના કાર્યક્રમો, જરૂરિયાતમંદ ને અનાજ કીટ વિતરણ, વિદ્યાર્થીઓને પ્રોત્સાહન અન્ય સામાજિક સંસ્થાઓ સાથે સંકલન જેવી વિવિધ સેવાકીય પ્રવૃત્તિ કરવામાં આવી હતી.
