Gujarat

કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયુટી ઓછી કરી ખૂબ સારી વાત છે.

સાવરકુંડલા. તા..
( બિપીન પાંધી)
કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઇઝ ડયુટી ઓછી કરી ખૂબ સારી વાત છે. પરંતુ રેલવેમાં મુસાફરી કરવા માટે સિનિયર સિટીઝનને ટિકિટ દરમાં રાહત ક્યારે મળશે? કે પછી હવે હાંઉ એ યુગનો અંત આવ્યો…. આખરે સોશ્યલ લાયેબિલિટી જેવી કોઈ સમાજકલ્યાણકારી પોલિસી છે કે નહીં?
———————————————————————
આમ તો મોટાભાગે આજકાલના યુગમા સિનિયર સિટીઝનને મળતાં વિશેષ લાભો ખૂબ ઓછા થતા જોવા મળે છે. આમ એક વાત નિર્વિવાદ છે કે આપણા સમાજમાં સિનિયર સિટીઝનની ઉપેક્ષા થાય છે ત્યારે જવાબદાર તંત્રે એક વાત તો અવશ્ય સ્વીકારવી જોઈએ કે હજુ પણ આપણે ભારતીય સંસ્કૃતિના હાર્દને પૂર્ણપણે સમજી શક્યા નથી. આપણી પરંપરા જ વસુદૈવ કુટુંબકમની છે. ત્યારે હવે રેલવે દ્વારા મુસાફરી કરતી વેળાએ રેલવે ટિકિટ દરમાં સિનિયર સિટીઝન માટે કોઈ આર્થિક રાહત છે કે નહીં? શું ૬ ટ્રીલિયન ઈકોનોમિક ડેવલપમેન્ટ ઇચ્છતા દેશમાં સામાજિક દાયિત્વની જરૂરી છે કે નહીં?
સામાજિક દાયિત્વ, સંવેદનશીલતા કે સમરસતા વાળા સૂત્રોને સાર્થક બનાવવા માટે પણ હવે આ સિનિયર સિટીઝન માટે રેલવે દ્વારા મુસાફરી કરતી વખતે ટિકિટના દરમાં રાહત  આપવામાં આવવી જોઇએ. વિદેશોની મોટી મોટી વાતો, દેશ હવે બુલેટ ટ્રેનના યુગમાં પ્રવેશવા જઇ રહ્યો છે એવી  વ્યવસ્થાની ગુલબાંગો વચ્ચે રેલવે તંત્ર દ્વારા રેલવે દ્વારા મુસાફરી કરતાં સિનિયર સિટીઝન માટે આપવામાં આવતી વિશેષ આર્થિક છૂટ માટે હજુ કોઈ એંધાણ દેખાતા નથી, શું રેલવે એ માત્ર આર્થિક ઉપાર્જન કરવા માટે જ છે.? શું સરકાર દ્વારા તમામ પ્રજાજનો પાસેથી વિવિધ તરકીબો દ્વારા ઉઘરાવવામાં આવતાં વિવિધ પ્રકારના કરવેરામાં સામાજિક દાયિત્વની કોઈ સંભાવના સરકારશ્રીને નહીં દેખાતી હોય..?શું ચૂંટણી ટાણે મીઠી મીઠી વાતો દ્વારા લોકકલ્યાણની વાતો કરતાં વિવિધ રાજકીય પક્ષોના નેતાઓએ પણ સિનિયર સિટીઝનની વેદના વંચાણે લેવી જોઈએ.. રેલવે તંત્ર કહે રેલવે દ્વારા યાત્રી પરિવહનમાં નુકસાન એટલે કે ખોટ જાય છે. તો પછી રેલવેના ટિકિટના ભાડા વધારોને ભાઈ.. પરંતુ સિનિયર સિટીઝન પ્રત્યે થોડું સંવેદનશીલ વલણ રાખી રેલવે દ્વારા મુસાફરી કરવા માટે સિનિયર સિટીઝનને ટિકિટ દરમાં પચાસ ટકા કન્સેશન આપવું જોઈએ એવું સાવરકુંડલા શહેરનાં વરિષ્ઠ નાગરિકો ઈચ્છે છે.. તંત્રના બહેરા કાને આટલો નાનકડો  સંદેશ પહોંચે તો વરિષ્ઠ નાગરિકોની સમસ્યાનો અંત આવે
સરકારે એ પણ ન ભૂલવું જોઈએ કે દેશમાં વરિષ્ઠ નાગરિકોની સંખ્યા પણ કંઈ ઓછી નથી?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *