ભરૂચ
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે જંગલ સફારીના વિવિધ વિભાગોની મુલાકાત લઈને ડૉ.રામરતન નાલા પાસેથી વન્ય જીવોને પુરી પાડવામાં આવતી સુવિધા અને ખોરાક અંગે જાણકારી મેળવી હતી. ખાસ કરીને પ્રાણી-પક્ષીઓની લેવામાં આવી રહેલી કાળજી અંગે પૃચ્છા કરી હતી અને થઇ રહેલી કામગીરીથી સંતોષ પણ વ્યક્ત કર્યો હતો. તેઓ ઈન્ડિયન બર્ડ એવિયરી નિહાળી ખુબ જ પ્રભાવિત થયા હતા. આ મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઈ પટેલ ઝૂલૉજિક્લ પાર્ક મારફતે સ્થાનિકોને મળી રહેલી રોજગારી બાબતે માહિતી આપવામાં આવી હતી. ઇન્ડીયન બર્ડ એવીયરીમાં ડુમખલ પોપટ સાથે હળવાશની પળો પણ તેઓએ માણી હતી.કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ગુજરાતની મુલાકાતે છે. ત્યારે એસઓયુ ખાતે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જંગલ સફારીની સફર માણી હતી. તેમની પત્ની તેમજ પૌત્ર પણ સાથે રહ્યા હતા. કેવડિયા એસઓયુ ઉપર સામાન્ય હાઈ પ્રોફાઇલ વીવીઆઈપીની મુલાકાત હોય ત્યારે સામાન્ય પ્રવાસીઓ માટે તેટલો સમય મુલાકાત બંધ કરવામાં આવે છે. જાેકે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પ્રોટોકોલ તોડી સ્ટેચ્યુ ઓફ યુનિટી અને જંગલ સફારીની મુલાકાત સામાન્ય મુલાકાતીની જેમ જ પરિવાર સાથે માણી હતી. અમિત શાહ સાથે એસઓયુનો પ્રવાસ કરતા જાેઈ અન્ય પ્રવાસીઓ પણ ખુશખુશાલ થઈ ઉઠ્યા હતા. કેન્દ્રીય ગૃહમંત્રીએ ‘કેમ છો ભાઈ, કાકા, દાદા કહી’ લોકોનું અભિવાદન કર્યું હતું. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે એકતા નગરની દ્વિ-દિવસીય મુલાકાત દરમિયાન સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી)ની પરિવાર સાથે મુલાકાત લીધી હતી. જંગલ સફારી પાર્કની મુલાકાત દરમિયાન અમિત શાહે પ્રોટોકોલ તોડીને પ્રવાસીઓ સાથે ભળી જઈ પ્રવાસીઓનું અભિવાદન ઝીલ્યું હતું. પ્રવાસીઓએ પણ ભારત માતાની જયના બુંદલનારાથી મંત્રીનું સ્વાગત કર્યું હતું. અમિત શાહે તેમની એસઓયુ એકતા નગરની દ્વિ-દિવસીય મુલાકાતના પ્રથમ દિવસે તેમના પરિવારજનો સાથે સરદાર વલ્લભભાઇ પટેલ ઝૂલોજીકલ પાર્ક (જંગલ સફારી)ની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન ગૃહમંત્રી અમિત શાહની સાથે જંગલ સફારીનાં નિયામક ડૉ. રામરતન નાલા સહિતના અધિકારીઓ જાેડાયા હતા.


