છોટાઉદેપુર જિલ્લાની છોટાઉદેપુર વિધાનસભા મતવિસ્તારમાં આવેા જાણિતા ઇકો ટુરિઝમ સેન્ટર કેવડી ગામમાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા ઇકો ફ્રેન્ડલી ગ્રીન બુથ તૈયાર કરવામાં આવ્યું હતું. જયાં ગામના મતદારોએ ઉત્સાહપૂર્ણ મતદાન કર્યું હતું.
અવસર લોકશાહીનો કાર્યક્રમ અંતર્ગત ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારોને આકર્ષી શકાય એ માટે વિવિધ થીમ આધારિત મતદાન મથકોનું નિર્માણ કરવાની આપેલી સુચના અનુસાર છોટાઉદેપુર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા છોટાઉદેપુર તાલુકામાં આવેલા અને પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર બનેલા કેવડી ગામે ઇકો ફ્રેન્ડલી ગ્રીન બુથ તૈયાર કરવામાં આવ્યું હતું.
આ ગ્રીન બુથમાં મતદાન કરવા માટે મતદાન કરવા માટે ગામના મતદાતઓએ ભારે ઉત્સાહ દર્શાવ્યો હતો. પ્રથમ વખત બનાવવામાં આવેલા આ ગ્રીન બુથે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ ઉપરાંત ગ્રીન બુથના માધ્યમથી ભારતના ચૂંટણી પંચે લોકશાહીની જાળવણીની સાથે સાથે પર્યાવરણની જાળવણીનો સંદેશ પણ આમજનતાને આપવાનો અનેરો પ્રયાસ કર્યો છે.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર
