*હાલ લંમ્પી ગ્રસ્ત ગૌ વંશો માટે આશીર્વાદરૂપ*
કેશોદ વિસ્તારમાં પશુધનની સાર સંભાળ માટે સંવેદનશીલ સરકાર દ્રારા ફાળવવામાં આવેલ ફરતું પશુ દવાખાનું 1962 ની ટીમ ડો. હાર્દિક પરમાર અને ડ્રાઇવર હિતેષભાઇ માવદીયા ની લંમ્પી વાયરશ ને લઇ ગામડાઓમાં સતત સેવાને ઠેર ઠેઠ લોકો દ્વારા બિરદાવવામાં આવી રહી છે. કેશોદ તાલુકાના કેવદ્રા ગામે આવેલ પુરુષોત્તમ લાલજી ગૌ શાળા દ્વારા આ ટીમની સરાહનીય કામગીરીને બિરદાવવામાં આવી હતી. વિસ્તારમા જ્યાંથી પણ કોલ આવે ત્યાં સમય મુજબ નિ:શુલ્ક પશુ સારવાર માટે તુરંત પહોંચે છે. સરકાર દ્વારા 430 થી વધુ દવાખાનાઓ દ્રારા પશુઓની દરકાર લેવાઇ રહી છે. અત્યાર સુધીમાં 12.70 લાખ પશુઓને 1962 ટીમ દ્વારા ઘર આંગણે નિ:શુલ્ક સારવાર અપાય છે. 10 ગામ દીઠ એક ફરતા પશુ દવાખાના 1962 ની સેવાથી પશુપાલકોને મોટો લાભ થયો છે.હાલ સમગ્ર રાજ્યમાં લંમ્પી વાયરસનો કહેર વર્તાઇ રહ્યો છે ત્યારે ગૌ વંશો માટે 1962 ની સેવા આશીર્વાદરૂપ બની છે.
*અહેવાલ નરેશ રાવલીયા કેશોદ*


