Gujarat

કેશોદ નગરપાલિકા વિસ્તારમાં નવું ફાયર સેફ્ટી બ્રાઉઝર નું લોકાર્પણ કરવામાં આવ્યું

ગુજરાત રાજ્ય સરકાર નાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ નાં હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું
રાજ્ય સરકાર દ્વારા ફાળવવામાં આવેલ ફાયર સેફ્ટી બ્રાઉઝર બાર હજાર લીટર પાણી ની ક્ષમતા ધરાવે છે અને ચાલીસ ફુટ દુરથી પણ રેસ્કયુ કરી શકાશે
કેશોદ નગરપાલિકા નાં ચીફ ઓફિસર પરબતભાઇ ચાવડા, નગરપાલિકા ઓફિસ સુપ્રિટેન્ડેન્ટ પી એચ વિઠ્ઠલાણી સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં
કેશોદ નગરપાલિકા સંચાલિત જીલ્લા કક્ષાનાં ફાયર સ્ટેશન માં વધુ એક વાહનનો ઉમેરો થયો છે
કેશોદ નગરપાલિકા નાં પ્રમુખ લાભુબેન પીપલીયા સહિતના સદસ્યો અને પદાધિકારીઓ આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતાં
કેશોદ નગરપાલિકા વિસ્તારમાં આકસ્મિક આગ લાગતા પેટ્રોલિયમ પદાર્થો કે સહેલાઈથી સળગી ઉઠે એવી આગ બુઝાવવા માં ઉપયોગી થશે
કેશોદ નગરપાલિકા સંચાલિત જીલ્લા કક્ષાનાં ફાયર સ્ટેશન માં આજરોજ લોકાર્પણ કરવામાં આવેલ ફાયર સેફ્ટી બ્રાઉઝર ની અંદાજીત એક કરોડની ફાળવણી ધારાસભ્ય અને ગુજરાત રાજ્ય સરકાર નાં પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી દેવાભાઈ માલમ નાં પ્રયત્ન થી મળેલ છે
કેશોદ વિસ્તારમાં આવેલા ઉધોગો અને શહેરમાં આગજની ની ઘટના બનશે તો તુરંત બચાવ કામગીરી હાથ ધરી શકાશે જેથી શહેરીજનો માં ખુશી વ્યાપી ગઈ છે
રિપોર્ટર :- નરેશ રાવલીયા કેશોદ

IMG_20221015_21440677.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *