Gujarat

કેશોદના જલારામ મંદિરે નિદાન કેમ્પ યોજાયો 

જલારામ મંદિર કેશોદ દ્વારા મેગા કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું આ કેમ્પમાં  જુદા જુદા કેમ્પ રાખવામાં આવેલા હતા જેમાં મંદિર દ્વારા વર્ષોથી યોજાતા નેત્ર નિદાન કેમ્પ તેમજ ચામડીના દર્દીઓ માટેનો કેમ્પ  રાખવામાં આવેલો હતો આ કેમ્પની અંદર આવકાર હોસ્પિટલના ડોક્ટર શ્રીશ્યામ પાનસુરીયા દ્વારા નિશુલ્ક સેવાઓ આપવામાં આવેલી હતી તેમજ સાંધાના દુખાવા સાયટીકા અને અન્ય દુખાવા માટે ડોક્ટર ઉમેશ ભટ્ટ દ્વારા સેવાઓ આપવામાં આવેલી હતી આ ઉપરાંત  સરકારી હોસ્પિટલના નિકિતાબેન દ્વારા હોમિયોપેથી સારવાર આપવામાં આવેલી હતી તેમજ તેમના દ્વારા નિશુલ્ક દવાઓનું પણ વિતરણ કરવામાં આવેલું હતું આ ઉપરાંત ડાયાબિટીસ ચેક અપ માટેનો કેમ્પ પણ યોજવામાં આવેલો હતો
     નેત્ર નિદાન કેમ્પમાં રાજપૂત સમાજ આગેવાન અને ભારત વિકાસ પરિષદના મંત્રી મહાવીરસિહ જાડેજા, ડો સ્નેહલ તન્ના, દિનેશભાઈ કાનાબાર, ડી. વાય. એસ. પી. ઠક્કર સાહેબ દ્રારા દિપ પ્રાગટય કરવામાં આવેલ હતું આ કેમ્પમાં લગભગ 300 જેટલા દર્દીઓએ ભાગ લીધો હતો જેમાંથી 83 દર્દીઓને મોતિયાના ઓપરેશન માટે આજરોજ રાજકોટ રણછોડદાસજી હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા જ્યાં તેઓને નિશુલ્ક ઓપરેશન કરી અને નેત્રમણી પણ નિશુલ બેસાડી આપવામાં આવે છે મહિનાના પહેલા અને ત્રીજા રવિવારે જલારામ મંદિર દ્વારા યોજાતા  નેત્ર નિદાન કેમ્પમાં આજુબાજુના ઘણા ગામોમાંથી ઓપરેશન માટે દર્દીઓ અત્રે આવે છે અને જે જરૂરિયાત મંદ લોકો છે તેઓને નિશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવે છે આજરોજ યોજાયેલા આ કેમ્પમાં ભોજન દાતા તરીકે હીરાભાઈ જોટવાના પિતાશ્રી અરજણભાઈ જીવાભાઇ જોટવા દ્વારા સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવેલો હતો આ કેમ્પમાં જલારામ મંદિરના ટ્રસ્ટીશ્રી રમેશભાઈ રતનધાયરા દિનેશભાઈ કાનાબાર ડોક્ટર સ્નેહલ તન્ના અને કેશોદના ડીવાયએસપી શ્રી ઠક્કર સાહેબ હાજર રહ્યા હતાં
અહેવાલ નરેશ રાવલીયા કેશોદ

IMG-20221204-WA0168.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *