Gujarat

કેશોદની  વિવિધ શાળાના બસ્સોથી વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો

રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર આયોજિત સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ ગાંધીનગરના ઉપક્રમે તથા જિલ્લા રમત ગમત અધિકારી અને જિલ્લા યુવા વિકાસ જુનાગઢ આયોજિત  કેશોદ તાલુકા કલા મહાકુંભ કાર્યક્રમ કેશોદની ન્યુ એરા પ્રોફેસર એકેડેમી શાળામાં યોજાયો હતો જેમાં કેશોદ તાલુકાની વિવિધ શાળાના બસ્સોથી પણ વધારે વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. જેમા વિદ્યાર્થીઓએ સુગમ સંગીત, સમુહ ગીત, લગ્ન ગીત, ફટાણા, લોક નૃત્ય, સમુહ નૃત્ય, પ્રાચિન, વાંસળી, તબલા, હારયોનીયમ, ઓરગન, એક પાત્રીય અભિનય સહીતની કલા રજુ કરાઈ હતી વિદ્યાર્થીઓની કલાને નિર્ણાયકોએ યોગ્ય ન્યાય આપ્યો હતો નાના ભૂલકાઓમાં પડેલી સુક્ષુપ્ત શકિત બહાર લાવવા માટેના પ્રયત્નના ભાગરૂપે ગુજરાત સરકાર દ્વારા કેશોદ મુકામે ડો.હમીરસિંહ વાળા દ્વારા તાલુકા કક્ષા કલા મહાકુંભનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.

જેમાં નીતાબેન વાળા યુવા વિકાસ અધિકારી, કેશોદ નગરપાલિકા પ્રમુખ લાભુબેન પીપલીયા, પૂર્વ ધારાસભ્ય અરવિંદભાઈ લાડાણી, પ્રવીણભાઈ ભાલારા,અને પાઠક સ્કૂલના સંચાલક સમીરભાઈ કણસાગર સહિત મહેમાન આગેવોનો ઉપસ્થિત રહ્યા હતા તેમજ જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો નિર્ણાયકો વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.

keshod-kala-mahakumbh-1.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *