*ભાજપ પાસેથી પૈસા લેજો પણ મત કોંગ્રેસને આપજો – શક્તિસિંહ ગોહિલ*
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બાકી રહેલા દિવસોમાં દરેક ઉમેદવારો એડીચોટીનો જોર અજમાવી મતદારો ને રીઝવવા પ્રયત્ન કરી રહ્યા છે દાંતા તાલુકામાં કોંગ્રેસ દ્વારા જાહેર સભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ અને ગુજરાત રાજ્યના રાજ્ય સભા સાંસદ શક્તિસિંહ ગોહિલે જનસભા ને સંબોધી હતી દાંતા 10 વિધાનસભાના મતવિસ્તારમાં હડાદ ખાતે આજે કોંગ્રેસના ઉમેદવારના સમર્થનમાં જનસભા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં પદઅધિકારીઓ અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા અને હડાદ ખાતે યોજાયેલી જનસભામાં કોંગ્રેસ પાર્ટી દ્વારા કરેલા કામોથી લોકોને અવગત કર્યા હતા અને ભાજપ સરકારમાં મોંઘવારી લઈ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરવામાં આવ્યા હતા સોશિયલ મીડિયામાં વારંવાર વાયરલ થતાં ભાજપના વીડિયો પર પણ પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે , ભાજપ અહિંયા આગળ એક હલકી કક્ષાની રાજનીતિ કરી રહી છે ભાજપના ઉમેદવાર કહી રહ્યાં છે કે , હું જીતીશ તો ટોપલાના ટોપલા મોઢે દારૂ વેંચીશ આ છે ભાજપ અને અહિંયાના મતદાતાઓએ કાંતીભાઈને ચૂંટ્યા હતા , તેનાથી અનેક ગણા વધારે મતોથી આ વખતે પુનઃ ચૂંટશે.
*અહેવાલ = વિક્રમ સરગરા , અંબાજી*


