ગિરગઢડા તા 22
ભરત ગંગદેવ.
આ સરકાર દ્વારા પ્રજા ને જે પ્રકારે હેરાન કરવામાં આવે છે , ભય ,ભૂખ , ભ્રષ્ટાચારે માજા મુકી છે , વારંવાર સરકારી પરીક્ષાના પેપર ફૂટે છે , પરીક્ષાઓ રદ થાય છે , વિદ્યાર્થીઓ વાલીઓ હેરાન પરેશાન છે , ખેડૂતો ના પાક ના ભાવ મળતા નથી સામે ખાતર બિયારણ ના બેફામ ભાવો લઈ પ્રજાને લૂંટે છે , પેટ્રોલ ,ડીઝલ અતિશય ભાવ વધારો , ગેસ અને જીવન જરૂરિયાત વસ્તુ નો અસહ્ય ભાવ વધારો , કોરોના માં અસંખ્ય લોકો જીવ ગુમાવ્યો તેમના પરિજનો ને માત્ર ચાર લાખ ની સહાય ને બદલે પચાસ હજાર અને એ પણ ગણ્યા ગાંઠ્યા લોકો ને જ , મોંઘા દાટ હોસ્પિટલ ના બિલો ચૂકવી ગુજરાત અને દેશ ની પ્રજા આ સરકાર થી ત્રાહિમામ , શાળાઓ બંધ અને ફી પૂરતી વસુલાત , અપૂરતા શિક્ષકો , અપૂરતા કચેરીમાં અધિકારીઓ , આડેધડ આ ભાજપ સરકાર નિર્ણયો થી ત્રાહિમામ થઈ છે આ પ્રજા , વાવઝોડા આટલા સમય વીતવા છતાં હજુ અસંખ્ય અસરગ્રસ્ત લોકો સહાય થી વંચિત , દેશ અને રાજ્ય અસંખ્ય બેરોજગારો , પોલીસ ની 8000ની ભરતી સામે 11 લાખ ફોર્મ અને તલાટી ની 3300 ભરતી સામે 24 લાખ ફોર્મ પ્રજા હેરાન પરેશાન છે …. એક મુદ્દો ભૂલાવવા ભાજપ સરકાર અન્ય મુદ્દો લઈ જૂના મુદ્દા ભૂલવવા માંગે છે પણ હવે પ્રજા નહિ ભૂલે…
ત્યારે કોંગ્રેસ પક્ષમાં જોડાઈ અને સરકાર સામે બાથ ભીડવા માટે નું કોંગ્રેસ પક્ષ આહવાન કરે છે….
આવો સાથે મળી કૉંગ્રેસની વિચારધારા સાથે જોડાઈએ અને લોકોને જોડીએ..


