છોટાઉદેપુર ખાતે કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા આવતા છોટાઉદેપુર ખાતે તેનું કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું, આ પરિવર્તન સંકલ્પ યાત્રામાં ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મોહન પ્રકાશજી, પરિવર્તન સંકલ્પ યાત્રાના ઇન્ચાર્જ સુનિલ જીકટ, પંચમહાલના માજી ધારાસભ્ય રાજેન્દ્રભાઈ પટેલ, રાજ્યસભાના સાંસદ અને પૂર્વ રેલ્વે રાજ્યમંત્રી નારણભાઈ રાઠવા, છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ અને કોંગી નેતા સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ સહીત મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારો અને લોકો જોડાયા હતા, કોંગ્રેસની પરિવર્તન સંકલ્પ યાત્રા છોટાઉદેપુર નગરમાં ફરી હતી, સાથે છોટાઉદેપુર નગરના ઝંડા ચોક ખાતે સભા પણ યોજવામાં આવી હતી સભામાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો હોદ્દેદારો અને લોકો જોડાયા હતા આ સભામાં છોટાઉદેપુર નગરપાલિકા પ્રમુખ અને કોંગી નેતા સંગ્રામસિંહ રાઠવા દ્વારા ભાજપ સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા હતા, સાથે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના પ્રવક્તા મોહન પ્રકાશજી દ્વારા પણ ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા, સાથે રાજ્ય સભાના સાંસદ નારણભાઈ રાઠવા દ્વારા પણ ભાજપ સરકાર ઉપર પ્રહાર કર્યા હતા.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


