વડોદરા
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ગોધરામાં ધી પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘના ઓક્સિજન પ્લાન્ટ અને પંચમહાલ ડિસ્ટ્રિકટ કો.ઓ.બેન્કના નવનિર્મિત ભવનનું લોકાર્પણ કર્યું હતંસ અને પંચામૃત બટર કોલ્ડ સ્ટોરેજ (તાડવા) અને પંચામૃત ડેરી પ્લાન્ટ (માલેગાંવ – મહારાષ્ટ્ર)નું ઇ-લોકાર્પણ તથા પંચામૃત ડેરી પ્લાન્ટ (ઉજ્જૈન – મધ્યપ્રદેશ)નો ઇ-શિલાન્યાસ કર્યો હતો. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય કેબિનેટ મંત્રી, પરશોત્તમ રૂપાલા, ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત કૃષિ,પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી રાઘવજી પટેલ, જિલ્લા પ્રભારી અને ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, સહકાર, કુટિર ઉદ્યોગ, મીઠા ઉદ્યોગ અને પ્રોટોકોલ (સ્વતંત્ર સ્વાલ) મંત્રી જગદીશ વિશ્વકર્મા, રાજ્યકક્ષાના મંત્રી કુબેર ડીંડોર, આદિજાતિ વિકાસ, આરોગ્ય પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ રાજયકક્ષાના મંત્રી નિમિષાબેન સુથાર,ગુજરાત સ્ટેટ કો.ઓ.બેંક લી.ના ચેરમેન અજય પટેલ,ભારતીય રાષ્ટ્રીય સહકારી સંઘ અને ઇફકો ના ચેરમેન દિલીપ સંઘાણી, પંચમહાલ સાંસદ રતનસિંહ રાઠોડ અને દાહોદ સાંસદ જસવંતસિંહ ભાભોર ઉપસ્થિત રહ્યા હતા.
