આજ રોજ નારણકા સેજાની પૂર્ણા સખી અને સહ સખીની તાલીમ યોજવામાં આવેલ.જેમાં બાળ વિકાસ યોજના અધિકારીશ્રી, તેમજ મેડિકલ ઓફિસરશ્રી ની ઉપસ્થિત માં કિશોરીઓના વજન ઊંચાઈ, BMI કરવામાં આવેલ. કિશોરીઓનું HB ટેસ્ટ કરવામાં આવેલ. સૌથી વધારે HB ધરાવતી કિશોરીઓને ઈનામ વિતરણ કરવામાં આવેલ. કિશોરી સેટકોમ વીડિયોનું નિદર્શન કરવામાં આવેલ. વાનગી નિદર્શન કરવામાં આવેલ. પોષણ આરોગ્ય વિષયક શિક્ષણ આપવામાં આવેલ THR તથા સત્વ નમક ની ઉપયોગિતા વિશે સમજ આપવામાં આવેલ.એનિમિયા વિશે માર્ગદર્શન આપવામાં આવેલ.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


