કોટડાસાંગાણી તાલુકા ની સૌ થી મોટી ગણાતી એવી વેરાવળ ગ્રામ પંચાયત ની ગત 19 ડિસેમ્બર ના રોજ સરપંચ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં વેરાવળ ગામના કુલ 15 હજાર થી વધુ મતદારો છે. 9 હજાર થી વધુ મતદારો એ મતદાન કર્યું હતું.આજરોજ ઉપ સરપંચપદ ની ચૂંટણી યોજાઈ હતી જેમાં શ્રીમતી ઉલ્લાસ બા રણજીતસિંહ બારડ ની સર્વાનુમતે ઉપસરપંચ પદે વિજેતા જાહેર કરાયા જેમાં વેરાવળ ગ્રામ પંચાયત માં સરપંચ તરીકે રવિરાજસિંહ બનેસિંહ જાડેજા અને ઉપ સરપંચ પદે શ્રીમતિ ઉલ્લાસ બા રણજીતસિંહ બારડ જાહેર કરાયા હતા.જેમાં બંને એ આજે વિધિવત પોતાનો ચાર્જ સંભાળ્યો હતો.તેમજ આં પ્રસંગે સભ્યો તેમજ ગ્રામજનો રાજકીય સામાજિક અગ્રણીઓ તેમજ યુવાનો સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.બંને સરપંચ ઉપ સરપંચ દ્વારા આગામી દિવસો માં વેરાવળ ગામના વિકાસ કામોને આગળ વધારવા કટ્ટિબંધ અને કાર્યસીલ રહીશુ તેવી ગ્રામજનો ને અપીલ કરેલ હતી.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


