શાપર-વેરાવળ માં પેટા વિભાગીય કચેરી દ્વારા PGVCL ના STAR ગ્રાહકોના સન્માન કાર્યક્રમનું આયોજન આનંદી આશ્રમ ખાતે યોજાયું હતું. જેમાં આખુ વર્ષ બિલ મળ્યાના 5 દિવસ માં બિલ ભરપાઈ કરેલ હોય તેવા 161 માનવતા ગ્રાહકો નું ઢોલ નગારા વગાડી,ફૂલ હાર પહેરાવી, ટ્રોફી અર્પણ કરી સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં PGVCL ના મેનેજિંગ ડિરેક્ટર શ્રી વરુણ બનરવાલ સાહેબ તેમજ જોઈન્ટ મેનેજિંગ ડિરેક્ટર પ્રીતિ શર્મા મેડમ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમજ ઇન્ડસ્ટ્રી એસોસિએસન પ્રેસિડેન્ટ કિશોરભાઈ ટીલાળા, શાપર-વેરાવળ ના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આનંદી આશ્રમ ના મહંત શ્રી મસ્તરામ બાપુએ આશિવૅચન આપ્યા હતા.
રિપોર્ટર:-પંકજ ટીલાવત શાપર-વેરાવળ.


