Gujarat

કોઠારીયામાં ધંધો ચાલતો ન હોવાથી કારખાનેદારે ઝેરી દવા પી આપઘાત કર્યો

રાજકોટ
રાજકોટમાં વધુ એક કારખાનેદારે મંદીના મારથી કંટાળી જિંદગીનો છેડો ફાડ્યો છે. શહેરના કોઠારિયા રોડ પર ડી-માર્ટની સામે આવેલા શ્રદ્ધાપાર્ક-૨માં રહેતા પ્રવીણભાઇ ભગવાનજીભાઇ બારસીયા (ઉં.વ.૫૫) ગઈકાલે સંસ્કા્ર ઇન્ડમસ્ટ્રીણઝ એરિયામાં પોતાના કારખાનામાં હતા ત્યાીરે તેણે ઝેરી દવા પી લીધી હતી. બાદ તેને તાકીદે સારવાર માટે ખાનગી હોસ્પિ?ટલમાં ખસેડાયા હતા. અહીં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકનાં છજીૈં પી.એન. ત્રિવેદીએ કાર્યવાહી કરી હતી. મૃતક પ્રવીણભાઇ એલ્યુછમિનિયમના બફનું કારખાનું ચલાવતા હતા. ધંધો બરાબર ચાલતો ન હોય ધંધાકીય મંદીના કારણે આ પગલું ભર્યુ હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. તેનો એક પુત્ર પણ સંસ્કાીર ઇન્ડગસ્ટ્રીનઝ એરીયામાં કારખાનું ચલાવે છે, બે પુત્રએ પિતાની છત્રછાયા ગુમાવતા પરિવારમાં શોક વ્યાકપી ગયો છે. દિવાળીનો તહેવાર નજીક આવતા એસટી બસપોર્ટ અને રેલવે સ્ટેશનમાં મુસાફરોની ભીડ જાેવા મળતી હોય છે. આ ભીડનો લાભ ગુનેગારો બેખોફ થઇ ઉઠાવી રહ્યા છે. રાજકોટના ઢેબર રોડ પર આવેલ એસટી બસપોર્ટ ખાતે રોજ મોબાઈલ અને પાકીટ ચોરીની ઘટનાઓ સામે આવી રહી છે. જેમાં વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન વધુ ભોગ બની રહ્યા છે. રાજકોટમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મેઘરાજસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, મને ધક્કો મારી ગઠિયાએ મારા ખિસ્સામાંથી મોબાઈલ ફોન સેરવી લીધો હતો. રોજ લગભગ ૬થી ૭ લોકોના મોબાઈલ ફોનની ચોરીની ઘટના એસટી બસપોર્ટમાં બનતી જ હશે, માટે અહીંયા પોલીસ બંદોબસ્ત રાખવામાં આવે તે જરૂરી છે. શહેરના વાવડી વિસ્તારમાં આવેલા ક્રિષ્નાપાર્કની પાછળ કારખાનામાં રહેતા ધર્મેન્દ્ર જંગલીપ્રસાદ શુનકર (ઉં.વ.૨૧) અને તેમના પત્ની મીનાબેન (ઉ.વ.૨૦) બન્ને ગઈકાલે કારખાનામાં બીજા માળે દિવાલ પર બેસી વાતો હતા. દરમિયાન અચાનક નીચે પડતા બન્નેને હાથે અને શરીરે ઇજા પહોંચતા સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત દંપતી દોઢ મહિના પહેલા જ કારખાનામાં કામે રહ્યા હોવાનું સામે આવ્યું છે. સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે બનાવ અંગે તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બંનેનું નિવેદન લઈ કાર્યવાહી કરી હતી. રાજકોટ જિલ્લાના કોટડાસાંગાણીના શેમળા ગામે રહેતા ગુલસિંહ થાવરિયા બામણીયા નામનો ૨૫ વર્ષનો યુવાન પોતાનું બાઇક લઇ ભાડવા ગામે જઈ રહ્યો હતો. ત્યારે બાઇક સ્લીપ થતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ગુલસિંહ બામણીયાનું સારવારમાં મોત નીપજતા પરપ્રાંતિય પરિવારમાં શોકની લાગણી પ્રસરી છે. રાજકોટના સંદીપ હરીશભાઈ ગોહેલે આદિત્યત બીરલા હેલ્થક ઈન્યોરમા રન્સે કંપની પાસેથી રકમ ૫ લાખની ફેમિલી ફ્લોટર હેલ્થ ઈન્યોર રન્સલ પોલીસી લીધી હતી. ફરિયાદીની તબિયત લથડતાં ફરિયાદીએ સારવાર ચાલુ કરાવી હતી. બાદમાં, ફરિયાદીને કોરોના સંક્રમણ હોવાનું માલુમ પડ્યું હતું. આથી ડોક્ટર દ્વારા હોસ્પિનટલમાં દાખલ થઈ અને તાત્કાંલિક ધોરણે સારવાર લેવા જણાવ્યું હતું. આથી ફરિયાદી હોસ્પિરટલમાં દાખલ થયા હતા અને સારવાર કરાવી હતી. જેમાં થયેલ ખર્ચની રકમ આદિત્યફ બીરલા હેલ્થિ ઈન્યોા રન્સા કંપની પાસેથી મેળવવા ક્લેઈમ કર્યો હતો. પરંતુ, કંપનીએ એવું કારણ બતાવીને ક્લેઈમ રદ કરી દેવામાં આવ્યો કે, ફરિયાદીની સારવારમાં વિસંગતતાઓ હોય પોલીસીની શરતો પ્રમાણે ફરિયાદીને ક્લેઈમ મળી શકે તેમ નથી. આથી નારાજ થઈ ફરિયાદીએ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ફરિયાદીના એડવોકેટ દ્વારા કરવામાં આવેલ વિસંગતતા ખોટી રીતે જણાવી હોવાની તથા પોલીસીની શરતો મુજબ ફરિયાદીને ક્લેઈમની રકમ કંપની ચૂકવવા જવાબદાર હોવાની મહત્વથની દલિલો નામદાર જિલ્લા ગ્રાહક કમિશન દ્વારા ધ્યાગને લઈ ગુણદોષ પર કેસનો ર્નિણય કરી સામાવાળા કંપનીને ક્લેઈમની રકમ રૂ.૯૭,૨૫૨ અરજી તારીખથી ૯ ટકા વ્યા જ સાથે ચૂકવવા તથા અરજી ખર્ચના અલગથી રૂ.૫૦૦૦ ફરિયાદીને ચૂકવવા હુકમ કરવામાં આવ્યો છે. રાજકોટના કુવાડવા રોડ પર આવેલ ઓડી કંપનીના શો-રૂમની ડિલરશીપ નિકસીનોવા મોટર્સ પ્રા.લી. પાસે છે. જેની સામે દર્શનાબેન ઇન્દ્રશનીલભાઇ રાજ્યગુરુ દ્વારા જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ રાજકોટ સમક્ષ ગ્રાહકને આપવામાં આવતી સેવામાં સર્જેલ ખામી બદલ ફરિયાદ દાખલ કરી હતી. આથી જિલ્લા ગ્રાહક આયોગ દ્વારા નિકસીનોવા મોટર્સ પ્રા.લી.ને અને ઓડી ઇન્ડિઆયાના સંબંધિત અધિકારી વિરૂદ્ધ નોટિસ ઇસ્યુપ કરવામાં આવી છે. ફરિયાદીએ રાજકોટ જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ આયોગ સમક્ષ ઓડી ઇન્ડિઅયા તેમજ નિકસીનોવા મોટર્સ પ્રા.લી. સામે ફરિયાદ દાખલ કરી છે અને કુલ રૂ. ૨,૫૦,૦૦૦નું વળતર માગ્યું છે. ફરિયાદ દાખલ થતા જિલ્લા ગ્રાહક આયોગ દ્વારા નિકસીનોવા મોટર્સ પ્રા.લી. રાજકોટ તથા ઓડી ઇન્ડિદયા, મુંબઇ વિરૂદ્ધ નોટિસ ઇસ્યુો કરી જિલ્લા ગ્રાહક આયોગ સમક્ષ હાજર થવા આદેશ ફરમાવ્યો હતો.

File-02-Page-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *