Gujarat

કોડીનારમાં વિશાળમાં મોટી સંખ્યામાં આક્રોશ સાથે મૌન રેલી યોજાય. આવેદન સ્વરૂપે મામલદાર ને આવેદન આપી આરોપી હત્યારા ને ફાંસી આપવા કરાય માંગ.

      ગિરગઢડા તા
       ભરત ગંગદેવ..
ગીર ના કોડીનાર ના જંત્રા ખડી ગામે 4  દિવસ પહેલા 9 વર્ષ ની બાળકી સાથે દુષ્કર્મ બાદ તેની હત્યા કરી લાશ ફેંકી દેવા મામલે લોકો નો આક્રોશ વધી રહ્યો છે. અને આજે સમગ્ર મામલે કોડીનાર શહેર ના સોમનાથ મંદિર થી સર્વે સમાજ ની દ્વારા રેલી યોજાય હતી. જેમાં આ રેલી માં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા તો મહિલાઓ પણ જોડાય હતી અને ગ્રામ્ય વિસ્તાર ના લોકો પણ. આ રેલી નો હેતુ આરોપી ને તત્કાલ ધોરણે ફાંસી ના માંચડે ચડાવવા  માટે માંગ કરવામાં આવી હતી.
કોડીનાર શહેર અને ગ્રામ્ય વિસ્તારો ના લોકો ની સાથે આ રેલીમાં ગીર સોમનાથ જિલ્લા ભાજપ પ્રમુખ પણ જોડાયા હતા. અને રેપ વિથ મર્ડર મામલે જિલ્લા ભાજપ પ્રમુખ માનસિંહ પરમારે પીડિત પરિવાર ને મળી સાંતત્વના સાથે કડક કાર્યવાહી ની ખાતરી આપી હતી. તેમજ આ કેસ કઈ રીતે તપાસ થઈ રહી છે અને કેવી તપાસ થશે તે સમગ્ર મામલે પીડિત પરિવાર ને સમજ આપી હતી.
ઉલ્લેખનીય છે કે ઘટના ના અમુક કલાકમાં જ આરોપીને ઝડપી પડાયો હતો. અને કોર્ટ આરોપી ના 6 દીવસ ના રિમાન્ડ મંજૂર કર્યા છે. તેમજ આ કેસમાં sit ની રચના કરાય છે. પરંતુ સ્પેસયલ પીપી ની નિમણૂક કરવામાં આવે તેવી પણ માંગ કરાય છે. અને આ કેસ ફાસ્ટ્રેક કોર્ટ માં ચલાવવા ની પણ ખાત્રી આપવામાં આવી.

IMG-20220616-WA0506.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *