Gujarat

કોર્પોરેશન વિસ્તારમાં પશુઓ માટે રાત્રીના રસીકરણ ઝુંબેશ શરૂ કરાઇ- ૨૫૨ પશુઓને રસીથી આરક્ષિત કરાયા

પશુઓમાં જોવા મળતા લમ્પી વાયરસના રોગોને અટકાવવા માટે જૂનાગઢ જિલ્લા પશુપાલન વિભાગ ખડેપગે કામગીરી કરી રહ્યું છે. જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પશુઓનું રસીકરણ કરવામાં આવ્યું છે.

જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં પશુઓ માટે લમ્પી વાયરસ અન્વયે પંચાયત હસ્તકના પશુપાલન વિભાગ દ્વારા રાત્રી રસીકરણની ઝુંબેશરૂપે કાર્યવાહી કરવામાં આવી  હતી. જેમાં ૨૫૨ પશુઓને આવરી લેવામાં આવ્યા હતા. લમ્પી વાયરસને અટકાવવા માટે પશુપાલન વિભાગ દ્વારા ખડેપગે કામગીરી કરવામાં આવી રહી છે. તેમ જિલ્લા વિકાસ અધિકારી મીરાંત પરીખની યાદીમાં જણાવાયુ છે.

lampi-virus.jpeg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *