Gujarat

કોલવડાના ઘનશ્યામ પટેલની હત્યા કેસમાં પત્ની- દિકરીનું નામ ખુલ્યું

ગાંધીનગર
ગાંધીનગરના કોલવડા ગામનાં ઘનશ્યામ વિષ્ણુભાઈ પટેલની હત્યા પ્રકરણમાં મા દીકરીની ભૂમિકા હોવાનું બહાર આવતાં ચકચાર મચી ગઈ છે. તો પોલીસ તપાસમાં આ હત્યા પાછળ ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે. કોલવડાનો ઘનશ્યામ પટેલ વર્ષો પહેલાં ગાંધીનગર જિલ્લા પંચાયત પાસે ગેરેજ ચલાવતો હતો. જેણે મૂળ ખેડા જિલ્લાનાં માતરની વતની રિશીતા સાથે આશરે સત્તર વર્ષ અગાઉ પ્રેમ લગ્ન કર્યા હતા. ઘનશ્યામ પટેલ શરૂઆતથી પુષ્કળ દારૂ પીવાની ટેવ વાળો તેમજ શંકાશીલ સ્વભાવનો હોવાથી રોજબરોજ ઘર કંકાસ થતો રહેતો હતો. આ દરમિયાન રિશીતાએ દીકરીને જન્મ આપ્યો હતો. જેની હાલમાં ૧૫ વર્ષની ઉંમર છે. અને ધોરણ-૯માં અભ્યાસ કરે છે. રોજબરોજનાં ઘર કંકાસ અને મારઝૂડના કારણે રિશીતા દીકરીને લઈને અમદાવાદ ચાંદખેડા તેની માતા સાથે દોઢ વર્ષથી રિસાઈને બેઠી હતી. રિશીતા દીકરીને લઈને અઠવાડિયાથી કોલવડા ઘનશ્યામ સાથે રહેવા આવી હતી, પરંતુ ઘનશ્યામનાં સ્વભાવમાં કોઈ ફરક આવ્યો ન હતો. જેનાં કારણે ગઈકાલે મા દીકરીએ ભેગા મળીને ઘનશ્યામને પતાવી દીધો હતો. આ મામલે પેથાપૂર પોલીસ મથકના ફોજદાર એમ.એસ. રાણાએ હત્યાનો ગુનો નોંધી ઘનિષ્ઠ તપાસનો દોર શરૂ કરતાં ન માન્યામાં આવે એવી ચોંકાવનારી થિયરી રિશીતાએ પોલીસ સમક્ષ રજૂ કરી છે. રિશીતાએ રજૂ કરેલી થિયરી મુજબ ઘનશ્યામ શરૂઆતથી જ દારૂ પીવાની ટેવ વાળો હતો. જેનાં કારણે તેનું શરીર અંદરથી ખોખલું થઈ ગયું હતું. દારૂનાં નશામાં તે રિશીતા સાથે શારીરિક સંબંધો બાંધતો હતો. બળજબરીથી રિશીતાનો સેક્સ્યુઅલ એબયુઝ કરતો રહેતો હતો. રિશીતાનાં કહેવા મુજબ ઘનશ્યામ શંકાશીલ સ્વભાવ હોવાથી ચારિત્ર્ય પર શંકા કુશંકા કરતો હતો. દારૂના નશામાં મા-દીકરી સાથે વારેવારે મારઝૂડ કર્યા કરતો હતો. આથી કંટાળીને દોઢ વર્ષથી અમદાવાદ રહેવા જતાં રહ્યાં હતાં અને અઠવાડિયાથી સાથે રહેવા આવ્યા હતા. જાેકે, ઘનશ્યામએ થોડા સમયથી દારૂ પીવાનું બંધ કરી દીધું હોવાનું જાણવા મળ્યું છે. છતાં દારૂની કુટેવની અસર એવી હાવી થઈ ગઈ હતી કે ઘનશ્યામ ઘુવડની જેમ આખી રાત જાગ્યા કરતો હતો અને સ્વભાવ એગ્રેસિવ થઈ ગયો હતો. ઘનશ્યામ આખી રાત જાગ્યો હતો. સવાર પડતાં જ ઘનશ્યામ મા-દીકરીને ગાળાગાળી કરવા લાગ્યો હતો. દીકરી સ્કૂલે ગઈ ન હોવાથી તેને પણ બિભત્સ ગાળો બોલવા લાગ્યો હતો. જેનાં કારણે કંકાસ થયો હતો. થોડી વાર પછી અચાનક જ ઘનશ્યામે સંભોગની ઈચ્છા વ્યક્ત કરી હતી. એટલે રિશીતાએ દીકરી ઘરમાં હોવાથી સંભોગનો ઈન્કાર કરી દીધો હતો. બાદમાં રીશીતા બહાર વાસણ ઘસવા બેઠી હતી અને ઘરમાં ઘનશ્યામ અને તેની ૧૫ વર્ષની દીકરી એકલા જ હતા. આ દરમિયાન કામ વાસનામાં અંધ બનેલા ઘનશ્યામે સગી દીકરી સાથે શારીરિક અડપલાં શરૂ કરી તેને પકડી લીધી હતી. જેથી દીકરી એ બુમાબુમ કરતાં રિશીતા ઘરમાં દોડી આવી હતી. એ સમયે ઘનશ્યામે દીકરીને પકડી જ રાખી હતી અને ઝપાઝપી થઈ હતી. ત્યારે સગા બાપની કરતૂતથી હચમચી ઉઠેલી ૧૫ વર્ષની દીકરીએ પેપર કટરનો આગળનો અણીદાર ભાગ ઘનશ્યામનાં ગળામાં મારી દીધો હતો અને રીશીતાએ લોખંડનો દસ્તો (પરાળ) માથામાં માર્યો હતો. ઘનશ્યામની હત્યામાં દીકરીના કપડાં ઉપર લોહીના ફુવારા ઉડયા હતા અને ઘનશ્યામ રૂમમાં પડેલી શેટી પર જઈને પડી તરફડિયાં મારીને મોતને ભેટ્યો હતો. હત્યાને અંજામ આપ્યા પછી બંને મા-દીકરી કલાકો સુધી લાશ પાસે બેસી રહ્યા હતા. બાદમાં સગાને ફોન કરીને જાણ કરતાં આખી ઘટના બહાર આવી હતી. રિશીતાની થિયરી ઉપર તપાસ ચાલી રહી છે. પરંતુ રિશીતા છેલ્લા દોઢ વર્ષથી રિસાઈને રહેતી હોવાથી તેની સાથે કોણ કોણ સંપર્કમાં હતું તેની કુંડળી કાઢવા રિશીતાનાં ફોનના સીડીઆર પણ મંગાવ્યા છે. કટરનાં આગળના અણીદાર ભાગ વાગવાથી ઘનશ્યામનાં ગળાની નસ કપાઈ ગઈ હતી. જેથી પુષ્કળ લોહી વહી ગયું હતું. હાલમાં વધુ તપાસ તપાસ ચાલી રહી છે. આ પ્રકરણમાં બીજા કોઈની સંડોવણી છે કે નહીં તે જાણવા આસપાસના વિસ્તારના સીસીટીવી પણ ચેક કરવામાં આવી રહ્યા છે.ગાંધીનગરના કોલવડા ગામમાં નામચીન જશું પટેલના નાના ભાઈ ઘનશ્યામ પટેલની મા દીકરીએ ભેગા મળી કરપીણ હત્યા કરી હતી. આ હત્યા પ્રકરણમાં પોલીસ તપાસમાં ચોંકાવનારી વિગતો પ્રકાશમાં આવી છે. પત્ની રિશીતાએ પોલીસ સમક્ષ થિયરી રજૂ કરી છે કે, પતિએ દીકરી ઘરમાં હોવા છતાં શરીરસુખની કરવાની જીદ્દ પકડી હતી. જેનો ઈન્કાર કરતાં પતિએ દીકરી પર દાનત બગાડી તેને પકડી લીધી હતી. જેનાં કારણે હત્યાને અંજામ આપ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *