Gujarat

ખંભાળિયામાં બે સ્થળેથી જૂગાર રમતા ૨૩ જુગારીઓ ઝડપાયા

દ્વારકા
ખંભાળિયા નજીક આવેલા હરીપર ગામે ભીમા પાચા ટોયટા નામનો શખ્સ પોતાના રહેણાંક મકાનમાં અંગત ફાયદા માટે બહારથી માણસો બોલાવીને જુગારનો અખાડો ચલાવતો હોવાથી આ સ્થળે એલસીબી સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં પોલીસે ભીમા પાચા ટોયટા, અનિલ જેંતીલાલ પોપટ, રાજેશ કાંતિલાલ લાલ, ધના બીજલભાઇ ટોયટા, દેવા ઉર્ફે ડાવા જેઠા ભાન, વિવેક જયંતીભાઈ સોનગરા આશા જેસા કારીયા, હરભમ રાયા સંઘડિયા, નિલેશ કાનજીભાઈ સોનગરા, હિરેન પરેશભાઈ બાંભવા, ભોલા બીજલભાઈ ટોયટા, સામત ઉકાભાઈ ચૌહાણ, બાબુ નાથાભાઈ બાંભવા, જેંતીલાલ લાધાભાઈ સોનગરા અને રાજેશ દેવજીભાઈ ગોકાણી નામના કુલ પંદર શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા ૪૬,૯૧૦ રોકડા તથા રૂપિયા ૪૧,૫૦૦ની કિંમતના ૧૧ નંગ મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા ૮૮,૯૧૦નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય એક દરોડામાં એલસીબીના હેડ કોન્સ્ટેબલ બોઘાભાઈ કેસરિયા તથા મસરીભાઈ ભારવાડીયાની બાતમી પરથી ખંભાળિયા તાલુકાના ભાતેલ ગામની સીમ ખાતે લાખા ખીમા જાેગલ નામના શખ્સ દ્વારા ચલાવતા જુગારના અખાડામાં એલસીબી પોલીસ ત્રાટકી હતી. જેમાં લાખા ખીમા જાેગલ, કપિલસિંહ મનુભા જાડેજા, દેવા હમા વાંચા, કિશોરસિંહ ઉદયસિંહ જાડેજા, લખમણ પુના આસાતાણી, રમેશ વાલા મકવાણા, પ્રતાપ કરસન મસુરા અને રામ લખમણ આસાતાણી નામના આઠ શખ્સોને ઝડપી લીધા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી પોલીસે રૂપિયા ૪૩,૮૯૦ રોકડા તથા રૂપિયા ૨૬,૦૦૦ની કિંમતના ૭ નંગ મોબાઈલ ફોન ઉપરાંત રૂપિયા ૧.૧૫ લાખની કિંમતના પાંચ મોટરસાયકલ મળી કુલ રૂપિયા ૧,૮૪,૮૯૦નો મુદ્દામાલ કબજે કરી જુગારધારાની કલમ મુજબ ગુનો નોંધ્યો હતો.ખંભાળિયા પંથકમાં જુગાર સામે એલસીબી પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રાત્રે બે સ્થળોએ જુગાર દરોડા પાડી ભાતેલ ગામેથી આઠ શખ્સોને જ્યારે હરીપર ગામેથી ૧૫ શખ્સોને જુગારની મોજ માણતા દબોચી લેવામાં આવ્યા હતા.

File-02-Page-26.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *