Gujarat

ખંભાળીયમાં સિમેન્ટ ભરેલી ટ્રક અચાનક સળગી ઉઠી ઃ ડ્રાઈવરનો આબાદ બચાવ

જામનગર
ખંભાળિયાના જામનગર રોડ પર આવેલા ઓવરબ્રિજ પાસે પસાર થતી ટ્રકનો બીજી ટ્રક સાથે અકસ્માત થયો હતો. બે ટ્રક અથડાતા એક ટ્રક રોડની નીચે ઉતરી ગઇ હતી અને વીજપોલ સાથે અથડાતા તેમાં આગ લાગી હતી. સિમેન્ટ ભરેલી ટ્રક સળગી ઉઠતા ચાલકે સમય સૂચકતા વાપરીને નીચે ઉતરી જઈ પોતાનો જીવ બચાવ્યો હતો. બીજી તરફ આગની જ્વાળાઓમાં લપેટાઇ ટ્રક ધુમાડાના ગોટેગોટા અને આગની જવાળાઓ સાથે ભસ્મીભૂત થઇ ગઇ હતી. આ ઘટનાના પગલે વહેલી સવારે પસાર થતા વાહનો થંભી ગયા હતા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી ખંભાળિયા નગરપાલિકાનો ફાયર સ્ટાફ ઘટના સ્થળે પહોંચે તે પૂર્વે જ આગની જ્વાળાઓમાં ટ્રક બળીને ખાખ થઈ ગઇ હતી. .આ બનાવ અંગે જાણ થતાં ખંભાળીયા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળીયા ખાતે જામનગર રોડ પર ઓવરબ્રિજ પાસે સિમેન્ટ ભરેલી એક ટ્રક ભડભડ સળગી ઉઠી હતી. ટ્રકમાં લાગેલી આગ એટલી ભયંકર હતી કે. થોડી જ વારમાં ટ્રક જ્વાળાઓમાં ખાખ થઈ ગઇ હતી. જાેકે, આગની ઘટના પૂર્વે સમયસૂચકતા વાપરી ચાલક ટ્રક ઉભી રાખી નીચે ઉતરી ગયો હતો.

A-truck-full-of-cement-burst-into-flames.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *