ભારત સરકારશ્રી દ્રારા ખરીફ ૨૦૨૨-૨૩ માટે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે મગફળી, મગ, અડદ અને સોયાબીન ની ખરીદીનો નિર્ણય લેવામાં આવેલ છે. જેમાં મગફળી માટે રૂ।.૫૮૫૦/-, મગ માટે રૂ।૭૭૫૫/-, અડદ માટે રૂ।.૬૬૦૦/- અને સોયાબીન માટે રૂ।.૪૩૦૦/- પ્રતિ કવિન્ટલ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવેલ છે.
ખરીફ ૨૦૨૨-૨૩ માટે પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ખરીદીના આયોજન અંગે મંત્રીશ્રી(કૃષિ) ની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ ઉપરોકત પાકોની પ્રાઈઝ સપોર્ટ સ્કીમ (PSS) હેઠળ ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ એટલે કે, તા.૨૯/૧૦/૨૦૨૨ થી શરૂ કરવામાં આવશે. આ ખરીદી અન્વયે તા.૨૫/૦૯/૨૦૨૨ થી તા.૨૪/૧૦/૨૦૨૨ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઇગ્રામ કેંદ્રો ખાતેથી V.C.E.. મારફતે ખેડુતોની નોંધણી નાફેડના ઇ-સમૃધ્ધિ પોર્ટલ પર કરવામાં આવશે તેવુ ખેતીવાડી ખાતા જિલ્લા પંચાયત દ્રારા અખબારી યાદીમાં જણાવ્યુ છે.
