ગિરગઢડા
ભરત ગંગદેવ
સરકારશ્રીની વિવિધ યોજનાઓ આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ માં લિંક કરવું ફરજિયાત હોય બાળકોને સ્કૂલમાં એડમિશન બેંક પોસ્ટ ઓફિસમાં ખાતા ખોલાવવા હોય વિધવા સહાય વૃદ્ધ પેન્શન નો લાભ સાહિત ના સરકારી તમામ યોજનાઓમાં આધાર કાર્ડ ફરજિયાત કરવું પડે ઇવન રેશનીંગ કાર્ડ માં અનાજ લેવામાં વૃદ્ધોને અંગુઠાની છાપ ન આવતી હોય તેને પણ આધાર કાર્ડ માં લિંક કરાવવા જરૂરી હોય
જે આધારકાર્ડ દરેક તાલુકા મથકની મામલતદાર કચેરીમાં કાઢી આપવું ફરજિયાત હોવા છતાં આગેવાન વિહોણા પછાત એવા ખાંભા તાલુકામાં આધાર કાર્ડ ની સુવિધા છ માસથી બંધ હોવાથી વૃદ્ધો વાલીઓ સહિતની જનતા હેરાન પરેશાન થઈ રહી છ
ખાંભા તાલુકામાં આધારકાર્ડ કાઢવાની સુવિધા છ માસથી બંધ હોવાથી સરકારશ્રીની વિવિધ યોજનાઓ થી ખાંભા તાલુકાની જનતા વંચિત રહેતી હોવાથી આધાર કાર્ડ વગર નિરાધાર બન્યા હોય તેવું મહેસુસ કરે છે
ગ્રામ્ય વિસ્તારમાંથી તાલુકા મથાકે રોજગારી પાડી સરકારની વિવિધ યોજનાઓ માટે અને ખાસ કરીને વૃદ્ધ પેન્શન અને વિધવા સહાય માટે ખાંભા આવતા વૃદ્ધો અને વિધવા મહિલાઓ ના આધારકાર્ડમાં ગામ કે અન્ય ભુલ સુધારવાની સુવિધા ન હોવાથી છેલ્લા છ માસથી વૃદ્ધોને ખાંભા ના ધર્મ ધકા થાય છે
ખાંભા તાલુકાના બબ્બે ધારાસભ્ય મળ્યા હોય છતાં જનતાને સુવિધા ને બદલીમાં દુવિધા મળતી હોય જિલ્લાના જવાબદાર અધિકારીઓ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવે એવું જાહેર જનતા અને આધારકાર્ડ લોકો ઈચ્છવી રહ્યા છે
