Gujarat

ખાનગી સહકારી સંસ્થામાં અને બેંકમાં નોકરી કરતા પેન્શનરો એ લઘુત્તમ પેંશન આપવાની કરી માંગ  રાજ્ય સરકાર આગામી દિવસોમાં લઘુત્તમ પેંશન યોજના લાગુ કરે નહીંતર નિવૃત કર્મચારીઓ આત્મહત્યા સુધીના જલદ કાર્યક્રમ આપવા માટે મજબૂર બનવું પડે છે તેવી નિવૃત્ત કર્મચારીએ ચિમકી ઉચ્ચારી છે

 ગિરગઢડા
   ભરત ગંગદેવ…
સરકાર સામે ધીમે ધીમે આંદોલનના રણસીંગા ચોતરફથી ફુકાઈ રહ્યા છે એક તરફ પરીક્ષાના પેપરો ફૂટી રહ્યા છે સરકાર બેરોજગાર યુવાનોના આંદોલનનો સામનો કરી રહી છે વિદ્યા સહાયક થી લઇને તબીબો પણ સરકાર સામે યોગ્ય પગાર વધારો અને આર્થિક વળતર આપે તેને લઈને માંગ કરી રહ્યા છે આ માંગમાં આજે વધારો થઈ રહ્યો છે નિવૃત સહકારી સંસ્થામાં કામ કરતા કર્મચારીઓ પણ રાજ્ય સરકાર સમક્ષ લઘુતમ પેન્શન યોજના લાગુ કરવાની માંગ કરી રહ્યા છે સ્થાનિક પેન્શન કચેરીમાં વર્ષ ૧૯૯૫થી જે રકમ નિવૃત પેન્શનરોની જમા પડેલી છે તેમાંથી લઘુત્તમ પેંશન યોજના અંતર્ગત 7500 સુધીનુ પેન્શન નક્કી કરવાની માંગ રાજ્ય સરકાર સમક્ષ નિવ્રુત્ત કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે જેને લઈને આજે કોડીનારમાં નિવ્રુત્ત કર્મચારીઓની બેઠક મળી હતી  આ બેઠકમાં સરકાર લઘુત્તમ પેંશન યોજના લાગુ નહીં કરે તો આગામી દિવસોમાં સરકાર સામે જલદ આંદોલન કરવાની ચમકી પણ ઉચ્ચારવામાં આવી છે
નિવૃત કર્મચારીઓ ખૂબ મામૂલી કહી શકાય તેવા 500 રૂપિયાથી લઈને 2500 સુધીનુ વળતર પેન્શન ના ભાગ રૂપે મેળવી રહ્યા છે વર્તમાન સમયમાં ચારેતરફ મોંઘવારીએ માઝા મૂકી છે આવા વિકટ અને કપરા સમયમાં સહકારી સંસ્થામાં જીવનના 60 વર્ષ સુધી કામ કરીને નિવૃત થયેલા કર્મચારીઓ 500 રૂપિયાથી લઈને 2500 સુધીનુ મામૂલી પેન્શન મળે છે જેથી ખૂબ પરેશાન થઈ રહ્યા છે  સહકારી સંસ્થાના નિવૃત્ત કર્મચારીઓને લઘુત્તમ પેંશન યોજના અંતર્ગત આવરી લેવા માટે મહારાષ્ટ્રમાં પાછલા ત્રણ વર્ષ કરતા વધુ સમયથી આંદોલનો ચાલી રહ્યા છે ત્યારે આજે કોડીનારમાં નિવૃત સહકારી કર્મચારીઓનું આંદોલન પણ શરૂ થયું છે ગુજરાતમાં સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા અને નિવ્રુત્ત થયેલા કર્મચારીઓની સંખ્યા ૧૫ લાખની આસપાસ થવા જાય છે  નિવૃત્ત કર્મચારીઓની આટલી મોટી સંખ્યા હોવા છતાં પણ રાજ્ય સરકાર નિવૃત કર્મચારીઓ નું જાણે કે શોષણ અને મજાક કરતી હોય તે પ્રકારે 500 રૂપિયાથી લઈને 2500 સુધીનુ નિવૃત્તિ પેન્શન આપી રહી છે જેની સામે હવે કોડીનારમાં વિરોધનો વંટોળ શરૂ થયો છે
રાજ્ય સરકાર સહકારી સંસ્થામાં કામ કરીને નિવૃત થયેલા કર્મચારીઓ માટે લઘુત્તમ પેંશન યોજના તાકિદે શરું નહીં કરે તો ગુજરાતના તમામ કર્મચારીઓ આત્મહત્યા સુધીના જલદ કાર્યક્રમો આપવા માટે મજબૂર બનવું પડશે અને તેની જવાબદારી એકમાત્ર રાજ્યની સરકારની હશે તેવી ચીમકી પણ આજના કોડીનારના સંમેલનમાં ઉઠાવવામાં આવી છે અને નિવ્રુત્ત કર્મચારીઓએ રાજ્ય સરકાર સમક્ષ માંગ કરી છેકે તાકીદે લઘુત્તમ પેંશન યોજના નો અમલ શરૂ થાય નહીંતર સરકાર સામે અંતિમ પગલારૂપે આંદોલન નું રણશીગુ ફુકતા નિવૃત્ત સહકારી કર્મચારીઓ પાછી પાની નહીં કરે

IMG-20220412-WA0534.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *